________________
૧૩૧
મળ્યાં, તે તેણે દેશમાં આવી ચંદ્રછાયા રાજાને ભેટ આપ્યા. રાજાએ શેઠને કાંઈ નવાઈ ઉપજાવે તેવી વસ્તુ પરદેશમાં જોવામાં આવી હતી કે કેમ, તે સંબંધી પૂછયું. વેપારીએ કહ્યું કે મિથિલા નગરના કુંભરાજાની પુત્રી મલ્લીકુમારી જગતને આશ્ચર્ય ઉપજાવે તેવી રૂપસુંદર કન્યા છે. આ સાંભળી રાજાને તેણીને પરણવાની મનભાવના થઈ તેથી તેણે કુંભરાજાને ત્યાં પોતાને દૂત મોકલ્યો. કુંભરાજાએ ના કહેવાથી જિતશત્રુ વગેરે રાજાઓ સાથે ભળી જઈને ચંદ્રછાયાએ મિથિલાપર ચડાઈ કરી. ત્યાં મલ્લીકુંવરીએ સોનાની પ્રતિમા વડે તેને બોધ પમાડે, પરિણામે ચંદ્રછાયાએ દીક્ષા લીધી. સખ્ત તપ જપ કરી, અંત સમયે અનશન કરી તેઓ મેક્ષમાં ગયા.
૯૭ ચંદ્રપ્રભુ. ચંદ્રનના નામની નગરીમાં મહાસેન નામે રાજા હતા. તેમને લક્ષ્મણા નામે રાણી હતી, તેમની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચવીને ચૈત્ર વદિ પાંચમે શ્રી ચંદ્રપ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. પિષ વદિ ૧૨ના રોજ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારિકાઓએ સૂતિકાકર્મ કર્યું. ૬૪ ઈકોએ આવી ભાવી તીર્થકરનો જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભ વખતે માતાને ચંદ્ર પીવાનો દોહદ ઉત્પન્ન થયેલ, તેથી પુત્રનું નામ “ચંદ્રપ્રભ” પાડયું. બાલ્યકાળ વિતાવી યુવાવસ્થા પામતાં ચંદ્રજિને એગ્ય રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું. તેમનું દેહમાન ૧૫૦ ધનુષ્યનું હતું. '
અઢી લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણે રહ્યા. તે પછી પિતાની ગાદીએ આવ્યા. સાડા છ લાખ પૂર્વ ઉપર ચેવિસ પૂર્વાગ સુધી તેમણે રાજ્ય કર્યું. પછી પ્રભુએ વાર્ષિક દાન આપી પોષ વદિ ૧૩ને દિવસે એક હજાર રાજાઓ સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્રણ ભાસ છદ્મસ્થ અવસ્થામાં રહેતાં જ શ્રી ચંદ્રજિનને ફાલ્ગન વદિ