________________
૧૨૯
માથે મુંડા જોઈ તથા તેનો આ દશા જોઈ શેઠનુ હૈયું દુ:ખથી ભરાઈ આવ્યું.
શેઠે ચંદનબાળાને કહ્યું:–બહેન, ધીરજ રાખ. હું બધી વ્યવસ્થા કરૂં છું. તું ત્રણ દિવસથી ભૂખી હઈશ, માટે રસેાડામાં કઈ હોય તેા તને આપું. શેઠે તપાસ કરી, પણ ખાવાનું કંઈ મળ્યું નહી, માત્ર ત્રણ દિવસના બાફેલા ખાકળા હતા, તે લઇને તેણે ચંદનબાળાને આપ્યા, અને એક સુપડું આપ્યું, જે વડે બાકળા સાક્ કરીને ખાવાનું જણાવ્યું અને તે દરમીયાન પોતે લુહારને ખેડી તાડવા માટે ખેલાવી લાવવાનું કહીને શેડ ગયા.
અહિં ચંદનબાળા એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર રાખીને, સુપડા વતી બાકળા સાફ કરી ખાવાનેા વિચાર કરે છે. પણ જમતા પહેલાં સાધુ મુનિને તે ભૂલતી ન હતી, તેણે વિચાર્યું કે જો કોઈ સાધુ મુનિરાજ ભિક્ષા અર્થે અહિં આવે તે આ બાકળા તેમને વહેારાવી મ્હારા જન્મ સાક કરૂ.
એવામાં એક અભિગ્રહધારી મહાત્મા ત્યાંથી નીકળ્યા, ચંદન ખાળા પ્રત્યે જોયું, ચંદનબાળા આનંદ પામી. પરંતુ તે વખતે ચંદનબાળાની આંખમાં આંસુ ન હતાં, તેથી તે મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને ચંદનબાળા પશ્ચાત્તાપ કરવા લાગી અને મેલી: અહા, ધિક્કાર છે મારા જીવનને, આ રક સામે કોઈપણ જોતું નથી ! એમ કહેતાં તેણી રૂદન કરવા લાગી. તત્કાળ તે મહાત્મા પાછા ફર્યાં અને ચંદનબાળા પાસે આવી પહોંચ્યા. ચંદનબાળાએ પેાતાના જીવનનું અહાભાગ્ય માનીને તે મહાત્માને આ આકળા વહેારાવી દીધા.
આ મહાત્મા કોણ ? સન શ્રી પ્રભુ મહાવીર, તેમણે ઉપરના સઘળાં માલના મહાન અભિગૃહ ધાર્થી હતા. પાંચ માસ અને
૯