________________
૧૨૭
પણ ક્ાવ્યા નહિ. પેાતાનું લશ્કર મરાયું તેથી બચવાની આશાએ દધિવાહન રાજા નગર છોડીને નાસી ગયા. લશ્કર ગામમાં પેઠું અને લુંટ ચલાવવા લાગ્યું. ધારિણી રાણી અને વસુમતિ મહેલમાં કલ્પાંત કરે છે, તેવામાં તે લશ્કરમાંને એક ધાડેસ્વાર તે મહેલમાં પેઢા, અને બંનેને પકડીને આંધ્યા. તે ઘોડેસ્વારૅ ધારિણીને કહ્યું, ચાલ મારી સાથે, હું તને મારી સ્ત્રી બનાવવાના છું. આ સાંભળતાં રાણીને ધ્રાસકા પડયા, અને ત્યાંજ જીભ કચરીને તે મરી ગઈ. વસુમતિ ગભરાઈ ગઈ, ધાડેસ્વારે વિચાર્યું કે તેની માની માફ્ક આને પણ હું કહીશ, તેા તે મરી જશે. તેથી તેણે બહુજ મીઠાશથી વસુમતિને આશ્વાસન આપ્યું, અને કૌશાંબી નગરીમાં લઈ ગયેા. ત્યાં ઘેાડેસ્વારે વિચાર કર્યો કે આ કન્યા બહુજ ખુબસુરત છે, માટે જો તેને હું વેચું તેા મારૂં દારિદ્ર જાય અને હું એશઆરામ ભાગવુ, નાકરી કરતાં તા જીંદગી ગઈ, પણ કંઈ વળ્યું નહી. તેથી તે વસુમતીને વેચવા કૌશાંખીનગરીની બજારમાં આવ્યા અને લીલામ ઓલવા લાગ્યા. ( ત્યાં પશુ, પક્ષીઓ, ધન, માલ ઉપરાંત મનુષ્યાનું પણ તે વખતે લીલામ થતું ) એવામાં એક વેશ્યાએ આવી વસુમતીને ખુબ સુંદર દેખીને મ્હોટી ખીટ મૂકી, અને તે લઈ જવાની તૈયારીમાં હતી, તેવામાં ત્યાં ધનાવહ નામના એક ધનાઢય શેઠ આવ્યા, વસુમતીની આકૃતિ જોતાંજ તેને લાગ્યું કે આ એક સુશીલ અને સાધ્વી સ્ત્રી જેવી લાગે છે; અને જરૂર તે ખાનદાન કુટુંબની હાવી જોઈએ. જો તેને વેશ્યા લઈ જશે તા મહા અનથ થશે, તેમ ધારી તેણે મ્હોટી રકમ આપીને વસુમતીને ખરીદી લીધી.
વસુમતીને તેનું નામ ઠામ ગામ પૂછતાં તેની આંખામાં આંસુ ભરાઈ આવ્યાં, અને તે ખેાલી શકી નહિ. શેઠ તેને ગભરાયલી જાણીને વધુ પૂછ્યા વગર પોતાને ઘેર લઈ ગયા અને પેાતાની સ્ત્રી મૂળાને સોંપી, અને તેને પ્રેમપૂર્ણાંક પુત્રી તરીકે રાખવા સૂચના કરી.