________________
૧૨૬
આ શું, લાલ લોહીને બદલે સફેદ દૂધ! આ કઈ પ્રભાવશાળી પુરૂષ છે, ચંડકૌશિક મુગ્ધ બની ગયે, અને પ્રભુના શરીરમાંથી નિકળતો પદાર્થ પીવા લાગ્યો. તે તેને દુધ-સાકર જેવો સ્વાદિષ્ટ લાગે. પ્રભુએ કહ્યું- હે ચંડકૌશિક, બુઝ, બુઝ. ક્રોધના પ્રતાપે તે હારું ચોખ્ખું ચારિત્ર બાળીને ભસ્મ કર્યું; છતાં તું હજુ કેમ ક્રોધ મૂકતો નથી ? આ શબ્દો સાંભળતાં ચંડકૌશિક વિચારમાં પડે. આત્મચિંત્વન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની ભૂલોને તે પશ્ચાતાપ કરવા લાગ્યો, અને પોતાના કરેલાં પાપમાંથી છૂટવા માટે ચંડકૌશિકે અણુશણ વ્રત્ત લીધું. પ્રભુ વિહાર કરી ગયા. પછી તે ચંડકૌશિક સાધુજીવન ગાળવા માંડયું. તેણે પિતાનું મહીં દરમાં રાખ્યું અને ઉંધે મસ્તકે રાફડામાં હોં અને બહાર શરીર એવી રીતે તપશ્ચર્યા કરી. ત્રાસ ઓછો થવાથી ભરવાડ વગેરે લોકો તે રસ્તે થઈને જવા લાગ્યા અને તે નાગદેવ ઉપર દૂધ, સાકર, પુષ્પ વગેરે નાખવા લાગ્યા. મીઠાશને લીધે ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈને સર્પને વળગી પડી. લોહી, ચામડી વગેરે ખાઈને તે સર્પનું શરીર ચારણ જેવું બનાવી દીધું. છતાં તે સર્પ પોતાના વિષમય સ્વભાવને તદન જ ભૂલી ગયો, તેણે અપૂર્વ ક્ષમા ધારણ કરી, અને શુભધ્યાનમાં પ્રવર્તતાં કાળ કરીને તે આઠમા દેવલોકમાં ગયો.
૯૫ ચંદનબાળા
ચંપાનગરીના દધિવાહન રાજાને ધારિણે નામની રાણીથી એક પુત્રી થઈ હતી, તેનું નામ વસુમતિ. વસુમતિ કિશોર વય થતાં ભણ, ગણું અને ધાર્મિક તથા નૈતિક કેળવણું લઈને સુશીલ બની. અને સહિયર સાથે આનંદમાં વખત વીતાવવા લાગી.
એકવાર કૌશાંબી નગરીના રાજા શતાનિકે લશ્કર લઈ ચંપા નગરીને ઘેરે ઘા. દધિવાહન પિતાના લશ્કરથી ખૂબ લો,