________________
૧૨૫ હેય. વળી રાતના પણ ગુરૂને વારંવાર તે કહેવા લાગ્યો, કે મહારાજ, તમે તે વિરાધિક છો, દેડકીનું પ્રાયશ્ચિત છે . આથી ગુરૂનું મન કાબુમાં રહી ન શકયું. શિષ્ય ઉપર ક્રોધ ચડ્યો. તેથી તે હાથમાં રજોહરણ લઈ શિષ્યને મારવા દોડ્યા. શિષ્ય નાસી ગયો. ઉપાશ્રશ્રયમાં અંધારું હોવાથી ગુરૂ કર્મસંગે એક થાંભલા સાથે અથડાયા. ભાથું કુટી ગયું, ખૂબ લોહી નીકળ્યું; છતાં તેમનો કેધ તો પ્રચંડ જ હતો. સખ્ત વાગવાને લીધે ગુરૂએ ત્યાંજ દેહ મૂક્યો. ત્યાંથી ભરીને તે જ્યોતિષી દેવતા થયો. ત્યાંથી ચ્યવી ચંડકૌશીક નામે તાપસ થયો, તે પણ ઘણા ક્રોધી હતો. એકવાર બાગમાં રાજકુંવરને કુલ ચુંટતો. દેખી, તાપસ ક્રોધે ભરાયે, અને હાથમાં ફરસી લઈને મારવા દોડ્યો. રસ્તામાં પગ લપસી ગયો, તેથી તે એક અંધ કુવામાં પડ્યો. ફરસી પોતાને જ વાગી અને આર્તધ્યાનથી મરણ પામીને તે ચંડકૌશિક સર્ષ થયો. ક્રોધ તે મહાતો નથી, જે કોઈને દેખે તેને બાળીને ભસ્મ કરે છે, એવા તે સર્ષે ઘણું તાપને બાળ્યા અને ફરતા એકેક ગાઉ સુધી તેની ધાક બેસી ગઈ કઈ પણ માણસ ત્યાં આગળ જઈ શકતું નથી.
એકવાર શ્રી મહાવીર પ્રભુ ફરતા ફરતા વર્ધમાન ગામ પાસે પધાર્યા. ત્યાંથી જવાને માટે બે રસ્તાઓ હતા. એક વક્રમાર્ગ, બીજે સરળ માર્ગ. લોકોએ પ્રભુને કહ્યું કે આ સરળ માર્ગે જશે નહિ, ત્યાં તે એક વિષધર–ઝેરી સર્પ રહે છે. તે લોકોને ભસ્મ કરી દે છે. પ્રભુને તો કંઈ ડર ન હતો. તેથી તેઓ સરળ માર્ગે ચાલ્યા. અને જ્યાં ચંડકૌશિક સપને રાફડે હતો, ત્યાં આવી પહોંચ્યા. સપને માણસની ગંધ આવતા, ક્રોધથી ઝેર વર્ષાવતો, હુંફાડા ભારતે બહાર નીકળ્યો. પ્રભુ મહાવીરને ધ્યાનસ્થ જોતાં જ તેમને જોરથી ડંખ માર્યો, તત્કાળ પ્રભુના અંગુઠામાંથી લોહીના બદલે દૂધનો પ્રવાહ છૂટી નીકળ્યો. તે સામે દૃષ્ટિ કરતાં જ ચંડકૌશિક ચમક, અને મન સાથે વિચાર કર્યો –અહા,