________________
૧૨૪
આવાસે આવ્યો, એટલે લાગ જોઈ અભયકુમારના સુભટેએ તેને બો અને ખાટલામાં સૂવાડી ધોળે દિવસે બજાર વચ્ચેથી તેને લઈ જવા લાગ્યા. તે પ્રદ્યોતુ રાજા” હું પ્રદ્યોત્ છું, મને બાંધીને લઈ જાય છે, કેઈ છોડાવો” વગેરે મોટા અવાજે બૂમ મારવા લાગ્યો, પરંતુ લોકો ગાંડા પ્રદ્યોતને ઓળખતા હતા, તેથી કોઈએ તેને છોડાવ્યો નહિ. આખરે અભયકુમારે રાજગૃહમાં આવી, રાજા શ્રેણિકને ચંડપ્રદ્યોતુ સુપ્રત કર્યો. શ્રેણિક તેને મારવા તત્પર થયા, પરતુ બુદ્ધિમાન અભયકુમારે સમજાવીને તેને માન સહિત ટે કરાવ્યો અને પિતાનું વૈર લીધું. કામીપુરુષોના કેવા બુરા હાલ થાય છે તેનો આછો પાતળો ચિતાર આ કથા આપે છે, માટે કામીજનોએ દુર્ગતિ આપનાર કામ વાસનાનો ત્યાગ કરવો.
૯૪ ચડકાશિકસ
કોઈ એક નગર હતું. તેમાં એક સાધુ અને એક તેમને શિષ્ય એ બંને જણે ચાતુર્માસ રહ્યા હતા. શિષ્ય અવિનિત હતો, અને હર વખત ગુરૂ સાથે કલેશ કરતો. છતાં ગુરૂ સમભાવ રાખતા અને આત્મ ધ્યાન કરતા. ગુરૂ તપસ્વી હતા. એક વાર મા ખમણ ને પારણે ગુરૂ શિષ્ય બને ગૌચરી અર્થે નીકળ્યા. વર્ષાઋતુને સમય હતો. જેથી ઘણું સુક્ષ્મ જીવજંતુની ઉત્પત્તિ થઈ હતી. રસ્તામાં એક મરી ગયેલી દેડકીના કલેવરની નીચે ગુરૂનો પગ આવ્યો. શિષ્ય આ જોયું. તેથી ગુરૂને કહેવા લાગ્યો. મહારાજ, તમારા પગ તળે બિચારી દેડકી કચરાઈને મરણ પામી. ભાટે પ્રાયશ્ચિત લ્યો. ગુરૂએ ધારીને જોયું તો દેડકીનું કલેવર માત્ર હતું. અને પોતે તેની વિરાધના નથી કરી તેથી ચેલાને કહ્યું કે એ તે કલેવર છે અને પ્રથમથી જ મૃત્યુ પામેલ છે, એટલે તેનું પ્રાયશ્ચિત હોય નહિ. ચેલો તો અવિનિત અને ઠઠાબાજ હતા. તેણે તો હડજ પકડી કે તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ. સાંજે પણ ગુરૂએ કહ્યું, કે પ્રાયશ્ચિત ન