________________
૧૧૨ તો સાક્ષાત્ દિવ્યાંગના સમી સૌંદર્યવાન સ્ત્રો તેમના જેવામાં આવી. જોતાં જ તે એકદમ તેનામાં મુગ્ધ બન્યા અને વિકાર ઉત્પન્ન થા. તરત જ તેમણે નિયાણું કર્યું કે જે મારા તપ સંયમનું ફળ હોય તે આવતા ભવે મને આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થજે. અહા, કાંચન અને કામિનીને પ્રભાવ જગત જનો પર કેવો પડે છે. જેનું અપૂર્વ ચારિત્ર બળ છે, એવા મહાન મુનિવરો પણ સ્ત્રીઓના સૌંદર્યમાં વિકારવશ બની આત્માનું હિત ગુમાવી બેસે છે.
ચક્રવર્તી ત્યાંથી સ્વસ્થાનકે આવ્યા. તેમને ખબર પડી કે મુનિના ક્રોધનું કારણ પ્રધાન હતો. તેથી તેમણે પ્રધાન પર ગુસ્સે થઈ તેના ઘરબાર લૂંટી લીધા અને તેને રાજ્યમાંથી હાંકી કાઢયો. બંને મુનિવરે કેટલાક વખત સુધી અણસણ વૃત પારી કાળાન્તરે કાળ ધર્મને પામ્યા અને સૌધર્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચિત્ત મુનિ પુરિમતાલ નગરમાં એક ધનાઢય શેઠને ત્યાં પુત્રપણે અવતર્યા અને સંભૂતિ મુનિ કપિલપુર નગરમાં બ્રહ્મભૂતિ રાજાને ત્યાં, તેની ચુલ્લણી રાણની કુક્ષિમાં પુત્રપણે ઉપજ્યા. તે જ વખતે રાણીએ ચૌદ સ્વપ્ન દીઠાં. તીર્થકર અને ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. અનુક્રમે સવાનવ માસે પુત્રનો જન્મ થયો. રાજાએ જન્મત્સવ ઉજવ્યા અને પુત્રનું નામ “બ્રહ્મદત્ત' પાડ્યું. કેટલાક સમયે રાજા મરણ પામે. કુમાર તે વખતે બાલ્યાવસ્થામાં હતો. એટલે રાજ્યનો સઘળે કાર્યભાર રાજાએ પોતાની માંદગી વખતે તેના દીર્ઘ નામના એક મિત્ર રાજાને સોંપ્યો હતો. આ દીર્ઘ રાજાને ચુલ્લણ રાણી સાથે આડો સંબંધ હતો. આખો દિવસ અને રાત તે ચલ્લણના આવાસમાં જ પડે રહે અને તેની સાથે પ્રેમ સૂખ ભોગવે. આ વાતની બ્રહ્મદત્તને ખબર પડી. પોતાની માતાનું દુષણ તેનાથી સહન ન થયું, એટલે એકવાર તેણે દીર્ઘ રાજાને ચોકખું સંભળાવી દીધું કે હમે અંતઃપુરમાં મારી માતા સાથે દુષ્ટ રીતે વર્તે છે, પણ યાદ રાખજો કે હું તમને કઈ વખત જાનથી મારી નાખીશ. આ શબ્દો સાંભળતાં