________________
૧૧૬
દુઃખ છે. અને તપ સંયમ શીલતામાં ખરું સુખ રહેલું છે. માટે આ ક્ષણિક કામ ભોગે, નાશવંત લક્ષ્મી, અનિત્ય શરીર ઈત્યાદિને મેહ છોડે અને પરમ પવિત્ર સુખદાયક ચારિત્ર માર્ગને ગ્રહણ કરે.
બ્રહ્મદત્ત—હે મુનિ. તમારો ઉપદેશ મારા ગળે કઈ રીતે ઉતરે તેમ નથી. આ વૈભવ, આ મોજશોખ, અતુલ લક્ષ્મી, સૌંદર્યવાન સ્ત્રીઓ, નોકર, ચાકર, મહેલાતો, છખંડનું આધિપત્ય એ સર્વ મહારાથી કોઈ રીતે છેડી શકાય તેમ નથી.
ચિત્ત—હે રાજન. જે હારાથી તે ન છોડી શકાય તે તું જીવદયા આદિ ગૃહસ્થધર્મને અંગીકાર કર અને આત્માની ઉચ્ચ દશાની ભાવના ભાવ. જેથી તે પરલોકમાં સુખ પામે.
બ્રહ્મદત્ત–મહારાજ. તેમાંનું કંઈ પણ મહારાથી બની શકે તેમ નથી. માટે વૃથા ઉપદેશ મને ન આપે.
ચિત્ત–હે બ્રહ્મદત્ત. હારા ઉપદેશની તને કંઈ પણ અસર થઈ નહિ, તો તારી સાથે આ સઘળો મિથ્યા વાર્તાલાપ થયે. તો હવે જઈશ.
બ્રહ્મદત્ત—ભલે. આપની જેવી ઈચ્છા.
બ્રહ્મદત્તને ચિત્ત મુનિનો ઉપદેશ રૂએ નહિ. ચિત્તમુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને તપ સંયમમાં આત્માને ભાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. ઘણું વર્ષો સુધી અપૂર્વ ચારિત્રને પાળી, આત્માની વિશુદ્ધ ભાવના ભાવતાં ચિત્તમુનિ કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજ્યમાં આવી અનેક જુલ્મો, હિંસા દુરાચાર આદિ મહાન પાપ ક્રિયાઓ સેવવા લાગે. એક બ્રાહ્મણ પર ક્રોધને વશ થઈ તેણે અનેક બ્રાહ્મણોને સંહાર કર્યો. એ રીતે અનેક પાપનો કુંજ એકઠે કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી મરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા અને મહા દુઃખને પામે.