________________
૧૧૭.
૮૯ ચુલ્લણપીતા. વારાણસી નગરીમાં ચુલ્લણ પીતા નામે ગાથાપતી હતા. તેમને શ્યામા નામે સ્ત્રી હતી. તેઓ રિદ્ધિ સિદ્ધિમાં આણંદ શ્રાવકથી બમણુ હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. ચલ્લણપીતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી બારવ્રતધારી શ્રાવક થયા. જ્યેષ્ઠ પુત્રને કાર્યભાર સંપીને પૌષધશાળામાં આવીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. અર્ધ રાત્રી વીત્યા બાદ એક દેવ પ્રગટ થયો. તેણે ભયંકર રૂપ બતાવી કામદેવની માફક ચુલ્લણપીતાને વ્રત ભંગ કરવાનું કહ્યું. પરંતુ તે જરા પણ ડગ્યા નહિ, આથી દેવે તેના જ્યેષ્ઠ પુત્રને તેની સામે લાવીને મારી નાખે, અને તેના ત્રણ ટુકડા કરી, તેના માંસને એક ધિગધગતી કડાઈમાં તળીને, તેના લોહીના છાંટા ચુલ્લણપીતાના શરીરપર છાંટયા. પરિણામે તેને ઘણી વેદના થઈ, છતાં પણ પિતાના વ્રતથી તે જરા પણ ચળ્યા નહિ. પછી તે દેવે, તેના બીજા પુત્રને લાવી જ્યેષ્ઠ પુત્રની માફક કર્યું. છતાં ચુલ્લણપીતા લેશ માત્ર ડગ્યા નહિ. પછી દેવે તેને ત્રીજા પુત્રને લાવી તેની પણ તેવી જ દશા કરી. તેનું લોહી ચુલ્લણપીતાના શરીર પર છાંટયું, તો પણ ચલ્લણપીતા જરા પણ ક્ષોભ પામ્યા નહિ. તેથી તે દેવ વધારે કોપાયમાન થયો, અને ચુલ્લણપીતાને તેની માતાને મારી નાખવાનો ભય બતાવ્યો. ચુલણપીતા માતાનું નામ સાંભળીને ક્ષોભ પામ્યા અને વિચાર કર્યો કે આ દેવ અનાર્ય છે, અને જેવી રીતે
આ ત્રણ પુત્રોને મારી નાખ્યા, તેવી જ રીતે હારી દેવગુરૂસમાન વહાલી માતાને પણ તે મારી નાખશે; એમ ધારી ચુલ્લણપીતા તે દેવને પકડવા ઉઠે; તરતજ તે દેવ આકાશભણું બ્લાસી ગયો, અને ચુલ્લણ પીતાના હાથમાં એક સ્તંભ આવ્યો; તેથી તેણે મોટા શબ્દો વડે કોલાહલ કર્યો. આ સાંભળી તેમની માતા દોડી આવ્યાં અને ભયંકર કોલાહલ કરવાનું કારણ પૂછયું, ચુલણપીતાએ બનેલી