________________
કુમારે એક સુરંગ વાટે સુકાનું હરણ કરી જવા માટે યુક્તિ રચી. આ વાતની ચેલણને ખબર પડતાં તેણે સુભેછાને તેની સાથે લઈ જવાનું કહ્યું. સુકાએ તે કબુલ કર્યું. અને બંને જણ સુરંગના મુખ્ય દ્વાર સુધી ગયા. તેવામાં સુભેછા પિતાને હાર ભૂલી જવાથી તે લેવા માટે પાછી ફરી. આ તરફ શ્રેણિકરાજાએ ઉતાવળમાં ચલ્લણને સુકા ધારીને ઉઠાવી અને રથમાં નાખી; ત્યાંથી રાજગૃહમાં આવી શ્રેણિક રાજાએ ગાંધર્વ લગ્નથી ચલણાનું પાણગ્રહણ કર્યું.
રાણું ચલણ પતિભક્ત અને જૈન ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવંત હતી. રાજા શ્રેણિક બૌદ્ધધર્મી હોવા છતાં ચેલણાને તેનાં ધર્મપાલનમાં જરાપણ અંતરાય કરતો ન હતો. જોકે વારંવાર તેમને ધર્મ સંબંધી વાદવિવાદ થતો હતો, પરંતુ તેઓ ધર્મના મૂળ સ્વરૂપને આખરમાં પકડી સંતોષ માની લેતા અને ઉભય એક બીજાના ધર્મ પ્રમાણે વર્તતાં. એક વખત ચિલણએ શ્રેણિકના આગ્રહથી, બૌદ્ધ ભિક્ષુઓને જમવા માટેનોતર્યા. જમણમાં બીજી રસાઈ સાથે ચિલણાએ રાઈતું કર્યું હતું. તેમાં ભિક્ષુઓની અમુક વસ્તુઓની કરચ કરી મિશ્રણ કર્યું અને ભિક્ષુઓને જમાડ્યા. જમી રહ્યા બાદ ભિક્ષુઓએ પિતાની વસ્તુઓની તપાસ કરી તો તે ગેરવલ્લે પડેલી જાણી. તે બાબત ચેલણાને પૂછતાં ચેલણાએ કહ્યું, કે આપ તે જ્ઞાની છે, તેથી તે વસ્તુઓ કયાં છે, તે તમે જાણતા જ હશે. પણ ભિક્ષુઓને આવું જ્ઞાન ન હતું. આથી ચેaણાએ તેમને એક ફાકી આપી. તે ફાકવાથી ભિક્ષુઓને વમન થયું, જેમાંથી ખોવાયેલી વસ્તુઓની કરો નીકળી. આ જોઈ ભિક્ષુઓ ઝંખવાણું પડી ગયા.
આ વાત શ્રેણિકના જાણવામાં આવ્યાથી, તેણે જૈનધર્મી સાધુની અવગણના કરી, પિતાનું વેર વાળવાનો નિર્ણય કર્યો. તેણે એક વાર એક એકલ વિહારી સાધુને પકડી એક કોટડીમાં પૂર્યા,