________________
૧૧૪ પિતાના પૂર્વનાં પાંચ ભવો જોયા. તેમાં પોતાને ભાઈ ચિત્ત બધા ભવોમાં સાથે સાથે જ જો. તરત તેને વિચાર થયે-અહો ! મહારે પાંચ ભનો સંગાથી ભાઈ આ ભવમાં કયાં હશે ? એમ વિચારી તેણે એક શ્લોક રચી ગામમાં ઢંઢરે પીટાવ્યું કે આ મારે અ લોક જે કઈ પૂરો કરી આપે, તેને હું મારું અધું રાજપાટ આપીશ. તે અર્ધ લોક આ પ્રમાણે હતો.
गोप दासो मृगो हंसो, मत्तंगामरो यथा
ઉપરનો લોક સર્વ કઈ મુખપાઠ કરી વારંવાર બોલે; પણ તેને બીજો અર્ધો ભાગ કઈ બરાબર બનાવી શકે નહિ.
હવે આ તરફ ચિત્ત મુનિ પુરિમતાલમાં એક શેઠને ત્યાં જન્મેલા. ઉંમર લાયક થતા એક મુનિ પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા લીધેલી. તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન થયેલું, અને તે પણ પિતાના પૂર્વ ભવોનાં સંગાથી ભાઈને ખોળવા પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા કપિલપુર નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં એક ખેડૂત અર્ધક ગોખતો હતો. તે તેમના સાંભળવામાં આવ્યો. એટલે તેમણે ધાર્યું કે જરૂર મહારો ભાઈ અહિંજ છે. એટલે તેમણે ખેડૂતને પાસે બોલાવી તે છેક પૂરે કરી આપ્યો. ખેડૂત હર્ષ પામતો રાજસભામાં ગયો અને નીચે પ્રમાણે લોક બોલ્યો –
गोप दासो मृगो हंसो, मत्तंगामरो यथा एषां षष्टयो जाति मन्यामन्य भावि मुक्तयो
આ સાંભળી બ્રહ્મદત્ત આશ્ચર્ય પામ્યો અને પિતાને ભાઈ આવો દરિદ્ર થયે, એ તેને લાગી આવવાથી તત્કાળ તે મૂછ પામ્યો. થોડીવારે શુદ્ધિ આવતાં રાજાએ દમ દઈ ખેડુતને પૂછ્યું કે આ શ્લોક તેં બનાવ્યો ? ખેડુત હાથ જોડી બોલ્યોઃ ના, મહારાજા. અહિં ઉદ્યાન પાસે એક મુનિ પધાર્યા છે, તેમણે આ કેક બનાવ્યો