________________
૧૧૦
અહિં બંનેએ વિચાર કર્યો કે અહે, જગતમાં કેવા કેવા દુષ્ટ મનુબે વસે છે. આપણામાં સંગીતની સુંદર કળા હોવા છતાં માત્ર આપણી હલકી જ્ઞાતિને ખાતર તેઓ આપણે તિરસ્કાર કરે છે. માટે આપણે હવે આપઘાત કરવો ઈષ્ટ છે. એમ ધારી તેમણે ત્યાંથી પડીને મરી જવાનો નિશ્ચય કર્યો. તેવામાં એક મુનિ મહાત્મા પહાડ પર બેઠેલા. તેમની નજર આ બંને પર પડી. મુનિએ પોતાના જ્ઞાનબળે આ બંનેના મનોભાવ જાણી લીધા. તેથી તે મુનિ બોલ્યાઃ–ભાઈ, હમે કેણ છે, અને શે વિચાર કરો છો ? આ સાંભળી બંને જણ મુનિને પગે લાગી બોલ્યા-મહારાજ. અમે ચંડાળના પુત્રો છીએ. અમારી હલકી જ્ઞાતિને લીધે જગત અમારો તિરસ્કાર કરે છે. એટલે અમે આ પહાડ પરથી પડીને મરી જવા માગીએ છીએ. આ સાંભળી મુનિએ કહ્યું. વત્સ, તમે એમ માનો છો કે મરી જવાથી તમે સુખ પામશો ? ના. તેમ નથી. તમે પૂર્વ ભવમાં જાતિનો મદ કરેલો. તેથી જ તમે આ ભવે નીચ જાતિ પામ્યા છે અને વળી આપઘાત કરીને શા સારૂં વધારે દુઃખ વહોરવા તત્પર થાવ છોસુખ મેળવવાનો માત્ર એક જ માર્ગ છે. તે એ કે તમારા આત્માને તપ અને સંયમ વડે શુદ્ધ કરવો અને પ્રભુભક્તિમાં મશગૂલ બની ઉચ્ચ વિચારો અને ઉચ્ચ ભાવના ભાવવી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, વિનય આદિ મહાન ગુણ વિકસાવવા અને શુદ્ધ સંયમ માર્ગે પ્રવર્તન કરવું. ઉપરના નિયમથી તમે આત્મકલ્યાણ સાધી શકશો. જન માર્ગમાં ગમે તે જાતિને મનુષ્ય દીક્ષિત થઈ શકે છે, માટે તમારી હલકી જાતિ માટે ખેદ ન કરતા ખુશીથી દીક્ષા લ્યો. તમારો ઉદ્ધાર થશે. મુનિને આ ઉપદેશ બંનેના હદયમાં વસી ગયે. તરત જ તેમણે મુનિ પાસે દીક્ષા લીધી, અને તપ સંયમમાં આત્માને ભાવતાં તેઓ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા.
ફરતા ફરતા તેઓ હસ્તિનાપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. આજે બંને મુનિવરોને ભાસક્ષમણનું પારણું હતું. એટલે તેમાંના