________________
૧૦૮
૮૮ ચિત્ત અને બ્રહ્મદર
વારાણસી નગરીમાં શંખ રાજા રાજ્ય કરતા હતા. તેને નામુચિ નામે પ્રધાન હતો. પ્રધાન વિદ્યાકળામાં કુશળ હતો. પરંતુ તેનામાં
વ્યભિચારનું મોટું દુષણ હતું. એકવાર તે રાજાના અંતઃપુરમાં દાખલ થયો અને રાણુ સાથે પ્રેમ સુખ ભોગવવા લાગ્યો. આ વાતની રાજાને કોઈ અનુચર દ્વારા ખબર મળી; એટલે તે તપાસ અર્થે અંતઃપુરમાં આવ્યો. પિતાની રાણુ સાથે પ્રધાનને દુરાચાર સેવતો જોઈ રાજાને ઘણોજ ક્રોધ ચડ્યો. તત્કાળ તેણે પ્રધાનને પકડીને મંગાવ્ય; તેની સર્વ માલમીલ્કત જપ્ત કરી અને ભુદત નામના એક ચંડાળને બોલાવી પ્રધાનને શહેર બહાર લઈ જઈ ગરદન મારવાનો રાજાએ હુકમ ફરમાવ્યો. પ્રધાનને લઈને ચંડાળ જંગલમાં આવ્યું. અને રાજાનો હુકમ તેને કહી સંભળાવ્યો. આ સાંભળી પ્રધાન ભયથી ધ્રુજવા લાગ્યો, અને પિતાને નહિ મારવા તેણે ચંડાળને ઘણીજ આજીજી પૂર્વક વિનંતિ કરી. બદલામાં ચંડાળે કહ્યું કે તું મારા બે પુત્રોને સંગીત કળા શીખવે તો હું તને જીવતો રાખું. પ્રધાને તે કબુલ કર્યું. ચંડાળે તેને ગુપ્ત ભોંયરામાં રાખ્યો. અને તેની પાસે સંગીતવિદ્યા શીખવા તેણે પોતાના ચિત્ત અને
ભુતિ નામના બે પુત્રોને મોકલ્યા. પ્રધાન આ બંનેને સંગીત નૃત્ય આદિ કળાઓ શીખવવા લાગ્યા.
ચંડાળની સ્ત્રી પુત્રનું શિક્ષણ જેવા સારું વારંવાર આ ગુપ્ત ભોંયરામાં આવતી અને તે પ્રધાન સાથે વાર્તા વિનોદ કરતી. છેડા સમયના અંતે પ્રધાનને તથા ચંડાળ સ્ત્રીને પરસ્પર પ્રેમ બંધાયો. પ્રધાન દુરાચારી હોવાથી આ ચંડાળ સ્ત્રીની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યો. પાપ કદી છાનું રહી શકતું નથી. એ ન્યાયે પ્રધાનના દુષ્કૃત્યની ભુદત્ત ચંડાળને ખબર પડી. તેણે વિચાર કર્યો –અહો ! આ પ્રધાન કેટલે બધે દુષ્ટ છે કે જ્યારે મેં તેને મેતથી બચાવ્ય