________________
૧૦૭
દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને નેમ પ્રભુ પાસે દીક્ષા લીધી.
સ્થવિર મુનિ પાસે તેઓ ૧૧ અંગ ભણ્યા. ૧૨ વર્ષનું ચારિત્ર પાળ્યું. અંતિમ સમયે શત્રુંજય પર્વત પર અનશન કર્યું અને તેઓ મોક્ષમાં ગયા.
૮૬ ગરીરાણી ગૌરી એ શ્રી કૃષ્ણ વાસુદેવની રાણી હતી. તેમણે શ્રી નેમિનાથ પાસે દીક્ષા લીધી અને ચક્ષણ નામક આર્યજી પાસે રહ્યા. વીશ વર્ષનું ચારિત્ર પાળ્યું. ઘણો તપ કરી અંતિમ સમયે એક ભાસને સંથારો કરી તેઓ તેજ ભવમાં મેક્ષ ગયા.
૮૭ ગંગદત્ત હસ્તિનાપુરમાં ગંગદત્ત નામે ગાથાપતિ હતા. એકવાર ભગવાન મુનિસુવ્રત સ્વામી તે નગરમાં પધાર્યા. અન્ય લોકોની જેમ ગંગદત્ત પણ ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા ગયા. દેશનાને અંતે તેઓ વૈરાગ્ય પામ્યા અને પ્રભુને કહ્યું–ભગવાન, મહને આપને ધર્મ
એ છે. માટે હું ઘેર જઈ, જે પુત્રને ગૃહકાર્યભાર સોંપી, આપના ધર્મની દીક્ષા લેવા ઈચ્છું છું. જવાબમાં ભગવાને કહ્યું – જેમ સુખ ઉપજે તેમ કરો.
ગંગદત્ત ઘેર આવ્યા. એક મહટે જમણવાર કરવામાં આવ્યો. જેમાં કુટુંબીઓ વગેરેને જમાડયા. ત્યારપછી તેમણે સર્વ કુટુંબીઓ સમક્ષ પોતાના ત્યાગ ભાવની વાત જણાવી. અને ગૃહકાર્યભાર મોટા પુત્રને સોંપ્યો. ત્યાંથી સર્વની રજા લઈ તેઓ પ્રભુ પાસે આવ્યા અને દીક્ષિત થયા. ત્યારબાદ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. તપશ્ચર્યાને અંતે એક માસનો અનશન કરી, કાળ ધર્મને પામી ગંગદત્ત સાતમા દેવલોકમાં ગયા. ત્યાં ૧૭ સાગરની સ્થિતિ ભોગવી, તેઓ મહાવિદેડ ક્ષેત્રમાં અવતરશે અને તેજભવમાં મોક્ષ જશે.