________________
૧૦૯
ત્યારે તે મહારીજ સ્ત્રી સાથે પ્રેમ બાંધવા તત્પર થયે! ધિક્કાર છે એ દુષ્ટાત્માને, હું હવે તેને તેના પાપને એગ્ય બદલો આપીશ. અને સમય આવતાં તેને ઘાટ ઘડી નાખીશ. આમ વિચારી તે ચંડાળ પ્રધાનને મારી નાખવાની તક શોધવા લાગ્યો. આ વાતની ચંડાળના બંને પુત્રોને ખબર પડી, એટલે તેમણે વિચાર્યું કે આપણે વિદ્યાગુરૂને બચાવ કરવો જોઈએ. એમ ધારી પિતાની ઈચ્છા તેમણે પ્રધાનને કહી અને છાની રીતે છટકી જવાનું પ્રધાનને કહ્યું; એટલે તેજ રાત્રે પ્રધાન ગુપ્ત રીતે ભોંયરામાંથી બહાર નીકળી ગયો, અને દેશ પરદેશ ફરવા લાગે. કેટલાક વખતે તે હસ્તીનાપુર નગરમાં આવી પહોંચે. અહિં સનંતકુમાર નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. પ્રધાન તેની પાસે આવ્યો અને દીન વદને તેણે નોકરીની માગણી કરી. અનંતકુમારે તેને સામાન્ય સીપાઈની નોકરી આપી; પણ પ્રધાન પોતાની બુદ્ધિ અને ખટપટના પરિણામે થોડા જ વખતમાં સનંતકુમારને પ્રધાન બન્યો, અને સુખ ભોગવવા લાગે.
આ તરફ બંને ચંડાળ પુત્ર સંગીત, નૃત્ય આદિ કળામાં કુશળ બન્યા હતા. એક વાર વારાણસી નગરીમાં પ્રમોદ મહોત્સવ હતો. સર્વ નગરજનો આનંદમાં મશગૂલ હતા. તે વખતે આ બંને ચંડાળ પુત્રો નગરજનોને પિતાની સંગીત કળા બતાવવા માટે શહેરમાં આવ્યા અને મુખ્ય રસ્તા પર ઉભા રહી હાથમાં વીણા લઈ સુમધુર કંઠે ગાન તાન કરવા લાગ્યા. સંગીતના મધુર સૂરથી પુષ્કળ માણસો મુગ્ધ બની ગાન તાન સાંભળવા લાગ્યા. તેવામાં કેટલાક લોકેએ આ ચંડાળાને ઓળખી કાઢયા. તેથી એકદમ તેઓ ગુસ્સે થયા અને પોતાને અભડાવ્યા તે માટે ક્રોધાયમાન થઈ હાથમાં લાકડી પત્થર જે કંઈ આવ્યું તે લઈ આ ચંડાળ પુત્રોને મારવા માટે પાછળ પડયા. બીકના માર્યા ચંડાળ પુત્રો ત્યાંથી નાસી ગયા અને જંગલમાં આવી પહોંચ્યા.