________________
૧૧૩
એક સંભૂતિમુનિ ભિક્ષાર્થે શહેરમાં કરવા લાગ્યા. તેવામાં નામુચિ નામના પ્રધાને પોતાના મહેલની બારીમાંથી આ મુનિને જતાં જોયાં. તરત જ તેણે મુનિને એળખી કાઢયા, અને વિચાર કર્યોઃ અરે ! આ તા પેલા ચંડાળનેા પુત્ર, તેણે દીક્ષા લીધી લાગે છે, મારી બધી વાત આ જાણે છે, અને કદાપિ તે મારી વાત રાજાને કહેશે તે મારે અહિંથી નાસી જવું પડશે. માટે મારે આ મુનિને ગામમાંથી હાંકી કાઢવા જોઈ એ. એમ વિચારી પ્રધાન પેાતાના અનુચરા સાથે નીચે આવ્યા અને મુનિ પાસે જઈ તેમને ખૂબ માર મારવા લાગ્યા. મુનિ નિઃશસ્ત્ર હતા, તપસ્વી હતા. હેમનાથી માર સહન થઈ શકા નહિ. એટલે તરત તેમને અંગેઅંગમાં ક્રોધની વાળા વ્યાપી ગઈ. પાતાની તેજીલેશ્યાના બળે તે મેાઢામાંથી ધૂમાડાના ગેટેગેાટા કાઢતાં ઉદ્યાન તરફ જવા લાગ્યા. ધુમાડાથી આખું આકાશ અને શહેર છવાઈ ગયું. ચક્રવર્તીએ અનુચર મારફત જાણ્યું કે કોઈ એ જૈનમુનિને સતાવ્યા છે; તેથી આમ બન્યું છે. એટલે ચક્રવર્તી ઉદ્યાનમાં સંભૂતિ મુનિ પાસે આવ્યા. તે વખતે અને મુનિવરે એ અનશન કરેલું. ચક્રવતી એ સભૂતિ મુનિને વંદન કરી કહ્યું. મહારાજ, અમારા અપરાધ ક્ષમા કરે અને શાંત થાઓ. તથાપિ સંભૂતિ મુનિ શાંત થયા નહિ, એટલે ચિત્ત મુનિએ સંભૂતિ મુનિને કહ્યું: હું ક્ષમાશ્રમ, અનંત પુણ્ય અને પ્રાપ્ત થયેલું ચારિત્ર શા સારૂ' બાળીને ભસ્મીભૂત કરેા છે. માટે સમજો અને શાંત થાવ. ઉક્ત શબ્દોથી સČભૂતિ મુનિ શાંત પડયા. ફરી ચક્રવર્તીએ તેમને વંદન કર્યું, ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ પણ મસ્તક નમાવીને સભૂતિ મુનિના ચરણમાં વંદન કર્યું. સભૂતિમુનિ તે વખતે ધ્યાન દશામાં લીન થયેલા હતા. જે વખતે ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ મુનિને વંદન કર્યું, તે વખતે તેના માથામાં નાખેલ ચંદન ખાવનાના તેલનું ટીપું સંભૂતિ મુનિના ચરણ પર પડયું. તેલની ઠંડક અને સુગંધથી સભૂતિ મુનિનું ચિત્ત વિલ બન્યું. તેમણે નેત્ર ખાલી ઉંચે જોયું.