________________
૧૦૧
કર્યું. તેણે શ્રીકૃષ્ણને ઉપકાર માન્યો. ત્યાંથી શ્રીકૃષ્ણ પ્રભુ પાસે પહોંચ્યા અને વંદન કર્યું. ત્યાં પોતાના ભાઈ ગજસુકુમારને શ્રીકૃષ્ણ જેયા નહિ, તેથી કયાં છે તે જાણવા પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું હે કૃષ્ણ, ગજસુકુમારે પિતાનું કામ સિદ્ધ કર્યું. શ્રી કૃષ્ણ પૂછયું કેવી રીતે ભગવાન? પ્રભુએ કહ્યું –ગજસુકુમારને જલ્દી મોક્ષ મેળવવાની ઈચ્છા હતી, તેથી તે બારમી સાધુ પ્રતિમા ગ્રહણ કરી, હારી રજા લઈ સ્મશાનમાં ગયા. ત્યાં એક પુરૂષે તેમને સહાય કરી. પરિણામે તેમનું કાર્ય સિદ્ધ થયું. જેવી રીતે પેલા વૃદ્ધની ઇટ ઉપાડી તમે તેનું કામ પૂરું કર્યું તેવી રીતે.
શ્રીકૃષ્ણનાં નેત્રો લાલ થયાં, હેમને ક્રોધ ચડ્યો. ભગવાને ક્રોધ ન કરવા સમજાવ્યું. શ્રીકૃષ્ણે કહ્યું, ભગવાન. ત્યારે હું તે પુરૂષને કેમ એળખી શકું ? પ્રભુએ કહ્યું. હમને તે પુરૂષ રસ્તામાં મળશે, અને તમને દેખીને તે ભય પામી મૂછગત બની ત્યાં જ મરણ પામશે. શ્રીકૃષ્ણ પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ઉડી સ્વસ્થાનકે જવા ચાલ્યા. સોમિલને પણ વિચાર છે કે શ્રીકૃષ્ણ ભગવાનને વાત પૂછશે અને ભગવાન સઘળી હકીકત તેમને કહેશે. તેથી તે ભયભીત બની ઘેરથી નીકળી ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીકૃષ્ણનો ભેટે થયો. સોમિલ ગભરાયો અને ત્રાસ પામી એકદમ ત્યાં મૂછિત થઈ જમીન પર પડ્યો અને મરણને શરણ થયા. શ્રી કૃષ્ણ તેને ઓળખે. ગુસ્સાના આવેશમાં તેમણે તેના મૃત શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા અને ચંડાળ પાસે તે ફેકાવી દીધા, તથા તે જગ્યાએ પાણીનું સિંચન કરાવી શ્રીકૃષ્ણ સ્વસ્થાનકે ગયા.
શ્રી ગજસુકુમારનો દેહ વિલય પામે પણ તેમને અમર આત્મા અમરધામ (મોક્ષ)માં પહોંચી ગયો. ધન્ય છે ગજસુકુમાર સમા મહા ક્ષમાસાગર સાધુને !