________________
૧૦૪
જ્યાં ત્યાં થતો તેનાથી સહન ન થાય, છતાં પેાતાને અનુભવ લેવા છે તેથી તે પ્રભુ સાથે વિચરતા. એકવાર પ્રભુ તથા ગોશાળા ક્રૂમ ગામ તરફ જતા હતા. રસ્તામાં એક ખેતરમાં એક તલનું ઝાડ હતું. તે ગોશાળે જોયું અને પ્રભુને પૂછ્યું. હે પ્રભુ, આ તલનું ઝાડ ઉગશે કે નહિ, અને તેના આ સાત પુષ્પના જીવા ભરીને ક્યાં જશે? પ્રભુએ કહ્યું:-આ તલનુ ઝાડ ઉગશે અને તેના જીવા મરીને તેની ફળીમાં સાત તલ રૂપે ઉપજશે. આ વાત ગોશાળાને રૂચી નહી. તેથી તરતજ તે ઝાડ તેણે મૂળમાંથી ઉખેડી નાખ્યું. અને ભગવાનની વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કર્યાં. ત્યાંથી પ્રભુ વગેરે વિહાર કરી ગયા. વર્ષાઋતુને સમય હતા. કેટલાક દિવસે બાદ વૃષ્ટિ થવાથી તે ફેંકી દીધેલું ઝાડ ફરીથી ત્યાં જ ઉગ્યું અને તેના ! પણ તેમાં જ ઉત્પન્ન થયાં. ખીજી વખત જ્યારે ગોશાળા એ ઝાડ જુએ છે ત્યારે પ્રભુ એજ ઝાડ હાવાના જવાબ આપે છે. ત્યારે ગોશાળા ઠંડા પડી જાય છે.
ક્રૂગ્રામની બહાર વેસ્યાયન નામને એક તપસ્વી છાછાના તપ કરી, સૂર્ય સામે આતાપના લઈ રહ્યો છે, તેના માથામાંથી જુએ નીચે ખરે છે, તપસ્વી જીવદયાને ખાતર તે આ ઉપાડી ક્રી પેાતાના માથામાં નાખે છે. પ્રભુ મહાવીર તથા ગોશાળા આ રસ્તે નીકળ્યાં, ગોશાળા ઉક્ત દૃશ્ય જોઈ ને તપસ્વીની નિંદા કરવા લાગ્યા, વેશ્યાયનને ક્રોધ ચડયા. તેથી તેણે ગોશાળા પર તેજુ લેસ્સા ફેંકી ગોશાળા દાઝવા લાગ્યા, પ્રભુને દયા આવી, તેથી તેમણે શીતલેસ્યા ફેંકી, ગોશાળાને બચાવ્યા. પ્રભુને પ્રભાવ દેખી તાપસે વંદન કર્યું.
ગાશાળાને લાગ્યું કે તેજીલેશ્યા શીખવી જરૂરી છે. તેથી પ્રભુને તેજીલેસ્યા કેમ પ્રાપ્ત થાય તે વિષે પૂછ્યું. પ્રભુએ કહ્યું કે છ માસ સુધી છછની તપશ્ચર્યાં કરવી અને સૂર્ય સામે આતાપના