________________
1
-
-
૯૫ આપણે શ્રી મહાવીર દેવ પાસે જઈએ. બંને જણે પ્રભુ મહાવીર પાસે આવ્યા. અંધકે પ્રભુને વિનયપૂર્વક વંદન નમસ્કાર કર્યો અને તેમની સન્મુખ બે હાથ જોડી ઉભા રહ્યા. તરતજ પ્રભુએ કહ્યું – હે આર્ય! પીંગળ નામના સાધુએ તમને જે દશ પ્રશ્નો પૂછયા છે તેના ઉત્તર આ પ્રમાણે છે. એમ કહી પ્રભુએ તે દશે પ્રશ્નોના વિસ્તાર પૂર્વક જવાબ આપ્યા. તે સાંભળી બંધક સન્યાસી સંતેષ પામ્યા. ત્યાર પછી પિતાને વીતરાગ ધર્મ સંભળાવવાની ખંધકે પ્રભુને વિનંતિ કરી એટલે પ્રભુએ તેમને પંચમહાવ્રત રૂપ સાધુ ધર્મ સંભળાવ્યો. આથી અંધકને જૈનધર્મની પ્રવજ્ય લેવાની અભિલાષા થઈ. તરતજ તેમણે પિતાને પરિવ્રાજક વેશ દૂર કર્યો અને પંચમુષ્ઠિ લોચ કરી પ્રભુ સમીપ ઉભા રહી પિતાને જૈન મતની દીક્ષા આપવાની પ્રભુને વિનંતિ કરી, એટલે ભગવાને તેમને દીક્ષા આપી. તે પછી બંધક મુનિએ સામાયકાદિ ૧૧ અંગને અભ્યાસ કર્યો. ત્યારબાદ ભિક્ષુની આકરી બાર પ્રતિમાઓ આદરી અને ગુણસંવત્સર નામક મહાતપ કરી શરીરને શેસવી નાખ્યું. શરીર એકજ દુર્બળ થઈ જતાં, તેમણે પ્રભુની રજા લઈ રાજગૃહી પાસેના વિપુલગિરી પર્વત પર આવી સંથારો કર્યો. એક માસના સંથારાને અંતે, એકંદર ૧૨ વર્ષ સંયમ પાળી તેઓ કાળધર્મ પામ્યા અને બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે.
૮ ગર્ગાચાર્ય.
જૈન સંતપુરુષમાં પૂર્વકાળે ગર્ગ નામના મહા વિદ્વાન આચાર્ય વિચરતા હતા. તેમને ઘણું શિષ્ય થયા હતા, પરંતુ પૂર્વના કર્મ સગે બધાયે શિષ્ય અવિનિત અને ગુરૂને અસમાધિ ઉપજાવે તેવા હતા. આથી ગુરૂ તે સર્વે શિષ્યને ત્યાગ કરીને એકલવિહારી