________________
મુનિ વેશમાં માણસો છે, અને બગીચામાં હથીયાર દાટયા છે, ચાલે. હું તમને બતાવું. રાજાને પાલકના આ કપટની ખબર ન હતી. રાજા ત્યાં ગયા અને પાલકે હથીયાર બતાવ્યાં. તેથી રાજા ક્રોધે ભરાયો. અને ફાવે તે શિક્ષા કરવાનું પાલક પ્રધાનને જણાવી દીધું.
પ્રધાને બગીચામાં એક ઘાણુ ઉભી કરાવી અને બંધક આદિ પાંચસે શિષ્યોને જણાવી દીધું કે રાજાના તમે ગુન્હેગાર છે, તેથી આ ઘાણીમાં તમને બધાને પીલીને મારી નાખવાના છે, માટે બધા મરવા માટે તૈયાર થઈ જાવ. આ સાંભળી બંધક આદિ અણગારો વિચારમાં પડી ગયા; ખંધકે જાણ્યું કે પ્રભુએ કહેલ આ મરણાંતિક ઉપસર્ગ આવ્યો. કર્મ કેઈને છેડવાનું નથી. તેથી તેમણે પાંચસે શિષ્યને ધર્મધ આપીને મરવા માટે તૈયાર થઈ જવાનું કહ્યું. સઘળા શિષ્ય તૈયાર થયા. પાલકે એક પછી એક ૪૯૯મુનિએને ઘાણુમાં પીલ્યા. મુનિઓ આત્મભાવના ભાવતાં કૈવલ્ય જ્ઞાન પામી મોક્ષમાં ગયા. હવે પાછળ ખંધક મુનિ અને તેમના નહાના પ્રિય શિષ્ય બાકી રહ્યા. ખંધક મુનિને ઘણું લાગી આવ્યું, તેથી તેમણે પાલકને કહ્યું, કે મને આ શિષ્ય ઉપર ઘણે પ્રેમ છે, માટે પહેલાં અને ઘાણીમાં પીલી નાખ, અને પછી આ શિષ્યને પીલજે, ત્યારે પાલકે કહ્યું. તમને દુઃખ આપવા માટે જ મેં આ બધું કર્યું છે, અને જેમ તમને વધારે દુઃખ ઉપજે, તેમ કરવાને ભારે ઈરાદે છે, માટે ભારે પ્રથમ તે શિષ્યને જ પીલવાનો છે. એમ કહી શિષ્યને પાલકે ઘાણીમાં ઘાલી પીલી નાખે. તે શિષ્ય પણ શુભ ધ્યાનના
ગથી કૈવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયે. પછી બંધક મુનિને વારે આવ્યું. પાંચસે શિષ્યોના ભયંકર રીતે જાન જવાથી ખંધક મુનિને ઘણે ક્રોધ ચડ્યો. તે બોલ્યા કે જે મારા તપ સંયમનું ફળ હોય તે હું આવતા ભવમાં આ દંડક દેશને બાળનારે થાઉં. આવું નિયાણું કરી બંધક મુનિ ઘાણીમાં પીલાયા અને મૃત્યુ પામીને અગ્નિકુમાર