________________
પિતાને બેલાવ્યા, ત્યારે કોઈ બીજા એક નૈમિત્તિકને કંસે કહ્યું કે આ જગતમાં મને મારનાર હવે કઈ છે ? ત્યારે તે નૈમિત્તિકે મુનિનું કહેલું વચન મિથ્યા ન જાય. માટે તું તારો અશ્વ અને બળદ છૂટા મુક તેને, તેમજ તારા મલ્લને જે કઈ મારશે તે તારો વરી સમજ. આથી કસે અશ્વ અને બળદ છૂટા મુક્યા, તેને શ્રી કૃષ્ણ અને બળભદ્ર માર્યા. પરંતુ કંસના જાણવામાં આ આવ્યું નહિ. તેથી તેણે પોતાની બેન સત્યભામાના સ્વયંવરની રચના કરી. તેમાં ઘણા રાજાએ આવ્યા. વસુદેવે પણ પ્રસંગ જાણી પિતાના ભાઈ સમુદ્રવિજય વગેરેને બેલાવ્યા. શ્રી કૃષ્ણ અને બળદેવ પણ ત્યાં ગયા. તેમણે નગરમાં પ્રવેશતાં જ દરવાજા પર ઉન્મત્ત હાથીને માર્યો, આથી કંસ વધારે સાવધાન થયો. કૃષ્ણ બળભદ્ર સ્વયંવર મંડપમાં આવ્યા, ત્યાં મલ્લ સાથે યુદ્ધ કરી મલ્લને માર્યો. આખરે કૃષ્ણ કંસ ઉપર હુમલો કરી તેને પછાડે અને તેના પર ચડી ત્યાં જ તેને મારી નાખ્યો. ત્યાર પછી મથુરાનું રાજ્ય રાજા ઉગ્રસેન જે કેદમાં હતા તેમને આપ્યું અને શ્રી કૃષ્ણ સત્યભામાને પરણ્યા. આખરે દુષ્ટ કર્મ સેવનાર કંસ મૃત્યુ પામી નરકમાં ગયો.
૭૮ ખંધક મુનિ
શ્રાવતિ નગરી. છતશત્રુ રાજા, તેમને ધારિણે નામે સ્ત્રી. તેમને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ખંધકકુમાર અને પુત્રીનું નામ પુરંદરયા, બંને ઉમ્મર લાયક થયાં. અંધકકુમાર ખૂબ ભણ્યા. તેમનામાં ધર્મના સંસ્કાર પણ ઘણા સારા. જૈન ધર્મમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. પુરંદરયશાએ પણ જ્ઞાન સારૂં મેળવ્યું. પુત્રીની પુખ્ત ઉમ્મર થવાથી દંડક દેશમાં કુંભકાર નામની નગરીમાં દંડક રાજા સાથે તેનું લગ્ન કર્યું. તે દંડક રાજાને પાલક નામનો એક પ્રધાન હતો. તે અભવી અને જૈન ધર્મનો ઠેષી હતો. એકવાર તે