________________
પૂર્વક સહન કરતા હતા, તેવામાં રાજા શ્રેણિકે કણિકને હાથમાં લેઢાને દંડ લઈ જલ્દીથી પોતાની સામે દોડતે આવતો જે. શ્રેણિકે વિચાર કર્યો કે ખરેખર, આ પુત્ર બાપને પૂર્વભવનો વૈરી જ છે; અને જરૂર મારો ભયંકર રીતે તે સંહાર કરશે, તેથી પુત્રના હાથથી મરવું તેના કરતાં પિતે જાતેજ ભરી જવું બહેતર છે, એમ ચિંતવી તેણે તાલ પુટ વિષ પિતાના મોંમાં નાખ્યું અને મરણને શરણ થયા.
કુણિક, પિતાના પાંજરા પાસે પહોંચ્યા, ત્યાં તે શ્રેણિક ને મૃત અવસ્થામાં જોયા. અંતિમ સમયે પણ પિતાનો મેળાપ ન થયો જાણી તરતજ તે મૂછ ખાઈ જમીન પર પડી ગયો. શુદ્ધિમાં આવતાં તે આર્કંદ વિલાપ કરતો પિતાના પાપનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ઘેર આવી ચેલ્લણને વાત કરી. ચેલ્લણ પણ દુઃખ પામી. કાળાન્તરે કુણિક શેકમુક્ત થયો અને રાજ ભોગવવા લાગ્યો.
૭૬ કેશલ્યા. અયોધ્યાના દશરથ રાજાની તે રાણું અને શ્રી રામચંદ્રજીની માતા હતી. તે મહા પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. સોળ સતીઓની પ્રશસ્તિમાં તેનું નામ મુખ્ય છે. તેનું શક્ય પ્રત્યેનું, શક્યના પુત્ર પ્રત્યેનું અને ઈતર જને પ્રત્યેનું પ્રશંસનીય વર્તન એજ તેનાં ઉદારપણને પરિચય કરાવે છે. કૌશલ્યા જેવી સન્નારીઓ આ જગત પર જન્મ અને પ્રેમ–વાત્સલ્યથી પોતાની સુમધુરતાનો પરાગ જગત પર વહેતા કરે એજ બંધ કૌશલ્યાના જીવનમાંથી સૌ કોઈને મળે છે.
૭૭ કેસ. મથુરા નગરીમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતો. તેને ધારિણું નામની રાણું હતી. તેનાથી કંસને જન્મ થયે. કંસ જ્યારે ગર્ભમાં હતો, ત્યારે તેની માતા ધારિણુને પિતાના કાળજાનું માંસ