________________
સપ્ત ધાક બેસાડી દીધી. કેઈપણ માણસ શ્રેણિક રાજાને મળવા જઈ શકે નહિ, તેમજ તેમને ખાનપાન આપવાનું પણ કણિકે બંધ કરાવ્યું, આ સાંભળવાથી ચેલ્લણું રાણુના દુઃખને પાર રહ્યો નહિ, તે ખુબ આ ધ્યાન કરવા લાગી. પણ શો ઉપાય? છતાં તેણે હિમતવાન બનીને કુણિક પાસે ગઈ, અને શ્રેણિકને મળવા જવાની રજા માગી. કણિક ના કહી શકે નહિ, તેથી ચેલણ રાણું રોજ શ્રેણિકને મળવા જાય અને છાની રીતે ખાવાનું લઈ જઈને તેમને આપે.
આ પ્રમાણે કેટલાક દિવસ વીતી ગયા. કુણિકને એક પુત્ર હતો. તેના પર કણિકને ઘણીજ પ્રીતિ હતી. તે બાળકને રમાડતો હતો. પાસે ચેલ્લણું રાણું બેઠેલી હતી. તેને જોઈને કુણિક બોલ્યાઃ હે માતા, મારા જેટલી પ્રીતિ જગતમાં કોઈને પુત્ર પર હશે ? રાણી ચેલ્લણાએ જવાબ આપે –કુણિક, પુત્ર પ્રેમ તે મહારાજા શ્રેણિકને ! બાકીને બીજાનો પ્રેમ તો સ્વાર્થી અને ક્ષણિકજ. કુણિક કારણ પૂછયું. રાણું ચલ્લણએ કુણિકનો જીવનવૃત્તાંત કહ્યો અને કહ્યું કે શ્રેણિકનાજ પ્રતાપે તું જીવતો રહ્યો છે, નહિ તે ક્યારનોયે સ્વધામ પહોંચી ગયા હતા. વળી રાજ્ય પણ તને જ આપવાની ઈચ્છા મહારાજા શ્રેણિકની હતી. પણ તું તે બહુ સારે પુત્ર થે, એટલે રાજ્યલોભને ખાતર પિતાને કેદમાં પુરતાં પણ તને દયા ન આવી. આ સાંભળી કુણિક ક્ષણભર થંભી ગયું અને પિતાના પ્રેમાળ પિતાને દુઃખ આપ્યા બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તરત જ તે ચેલ્લણ રાણીને કહીને શ્રેણિકને કેદખાનામાંથી છૂટા કરવા માટે દળ્યો. લુહારને બોલાવવા જતાં મોડું થાય તેથી તે પોતે હાથમાં એક લેઢાને દંડ લઈને જેલ તરફ રવાના થયો.
- શ્રેણિક રાજા કર્મની વિચિત્ર સ્થિતિ ઉપર વિચાર કરતા હતા અને પોતે પાછળથી જૈનધર્મી બન્યાથી સઘળું દુઃખ સમભાવ