________________
મામા ચેટકરાજાને સાત પુત્રીઓ હતી. તેમાં ચેઘણું સુસ્વરૂપવાન હેવાથી શ્રેણિક મહારાજાએ તેનું ભાણું કર્યું હતું. પણ ચેટક રાજાને નિયમ એવો હતો કે જૈનધર્મીનેજ કન્યા આપવી. તેથી રાજા શ્રેણિક નિરાશ થયા હતા. (અદ્યાપિ શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મી હતા) અભયકુમાર શ્રેણિકને વંદન કરવા આવ્યા અને પિતાનું નિરાશ વદન જોઈ કારણ પૂછતાં શ્રેણિકે ચેલણાને પરણવાની ઈચ્છા બતાવી. અભયકુમારે પિતાની નિપુણતાથી ચલણું રાણીને મેળવી આપી. રાજા શ્રેણિક ચેલણાને પરણ્યા અને તેની સાથે સુખ ભોગવવા લાગ્યા.
કાળાન્તરે ચેલ્લણું રાણુને ગર્ભ રહ્યો. બાદ ત્રણ મહિને ચેલ્લણા રાણીને રાજા શ્રેણિકના કાળજાનું માંસ ખાવાનો દેહદ થયે. આ વાત રાણીથી રાજાને કેમ કહી શકાય? તેથી નિરંતર તે રાણી સુકાવા લાગી. એકવાર તેને ચિંતામગ્ન જોઈ શ્રેણિકે પૂછ્યું, ત્યારે તેણે સઘળી હકીક્ત જાહેર કરી. રાજાની પણ ચિંતા વધી. અભય કુમારને બોલાવ્ય, અભયકુમારે આશ્વાસન આપી દેહદ પૂર્ણ કરી આપવાનું વચન આપ્યું.
અભયકુમારે કસાઈખાનામાંથી પશુના ઉદર સ્થાનનું માંસ મંગાવ્યું. રાજા શ્રેણિકને એક પલંગ પર સુવાડી, મંગાવેલું માંસ તેના હૃદય પર Wડામાં વીંટીને બાંધ્યું, અને રાજા શ્રેણિકનું મોં દેખાય તેવી રીતે તેના પર એક ચાદર ઓઢાડી દીધી. ચેલેણે રાણી ને બોલાવીને તે પલંગની પાસે જ એક આસન પર તેને બેસાડી. શ્રેણિક રાજાએ મૂછ પામ્યા હોય તે દેખાવ શરૂ કર્યો. અભયકુમાર પેલું માંસ છરી વતી કાપ્યા જતા હતા, અને તેને એક વાસણમાં મુક્યા હતા. માંસ સઘળું કપાઈ રહ્યા બાદ અભયકુમારે તે ચેલ્લેણાને આપ્યું. ચેલ્લણું રાણીએ તે માંસ ખાધું અને દેહદ પુરો કર્યો. ચેલ્લણ પ્રસન્નતાપૂર્વક ગર્ભનું રક્ષણ કરવા લાગી.