________________
જ્યારે છેલ્લા તીર્થંકરના સાધુઓ જલ્દીથી સમજી શકે છે ખરા, પરંતુ આચાર પાલનમાં તેઓ શીથીલ બને છે. તે કારણથી પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રતો પ્રરૂપ્યા છે અને વચ્ચેના ૨૨ તીર્થકરેએ ચાર મહાવ્રતે પ્રરૂપ્યા છે.
- આ જવાબથી કેશી સ્વામી ઘણો સંતોષ પામ્યા. પુનઃ તેમણે ગૌતમની વિનય–ભક્તિ કરીને બીજો પ્રશ્ન પૂછે. તેમણે કહ્યું–મહાનુભાવ! પાર્શ્વનાથ ભગવાને બહુમૂલાં અને રંગીન વસ્ત્રો વાપરવાની સાધુઓને છૂટ આપી છે, ત્યારે મહાવીર ભગવાને અલ્પ મૂલ્યવાળાં અને વેત વસ્ત્ર પહેરવાની સાધુઓને આજ્ઞા કરી છે, તે આનું કારણ શું હશે?
શ્રી ગૌતમે જવાબ આપે, કે છેલ્લા તીર્થંકરના સાધુઓ વાંકા અને જડ હોવાથી તેઓને વસ્ત્ર પર મોહભાવ થાય, એ સ્વાભાવિક છે. અને ૨૨ તીર્થકરના સાધુઓ મેહમાં આસક્ત બને તેવા ન હોવાથી, રંગીન અને મૂલ્યવાન વસ્ત્રો વાપરવાની આજ્ઞા આપી છે. વળી લીંગ પણ સાધુપણું પાળવામાં મદદગાર છે, સાધુ આચારથી ભ્રષ્ટ થતો હોય, તે વખતે તે પિતાના વેશ પરથી પણ શરમાય કે હું જૈન સાધુ છું, મહારાથી દુષ્કર્મ ન સેવાય. વગેરે વગેરે.
ઉપર્યુક્ત આચાર અને વેશના પ્રશ્નો ઉપરાંત બીજા ઘણા પ્રશ્નો કેશીસ્વામીએ પૂછયા અને શ્રી ગૌતમે તેના સંતોષકારક ખુલાસાએ કર્યાઃ આખી પરિષદ્ પણ આનંદ પામી. ત્યારબાદ કેશી ગણધરે, ગૌતમ ગણધર પાસે ચારને બદલે પાંચ મહાવ્રતોનું અંગીકરણ કર્યું. બંને ગણધર દેવ પિત પિતાના શિષ્ય મંડળ સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. થોડાક વખત પછી શ્રી કેશી સ્વામીને કૈવલ્ય જ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા.