________________
એક વખત ચેલ્લણાએ વિચાર કર્યો કે આ બાળકે ગર્ભમાંથી જ પિતાનું માંસ ખવડાવ્યું, આગળ જતાં આ પુત્ર છે જુલમ નહિ કરે ! માટે આ ગર્ભને અત્યારથી જ નાશ કરવો શ્રેયસ્કર છે, એમ ધારી ચેલ્લણું તે બાળકના નાશ માટે ઔષધ ખાવા લાગી, પરંતુ તેમાં તે સફળ થઈ નહિ. અનુક્રમે નવ માસે પુત્રનો જન્મ થયો. જન્મ થતાંજ ચેલ્લણુએ આ બાળકને કુળનાશક ધારીને ઉકરડામાં ફેંકી દેવરાવ્યું. ત્યાં કુકડાએ આ બાળકની આંગળી કરડી ખાધી અને તેમાંથી લેહી વહેતું હતું.
બાળકને ઉકરડામાં ફેંકીને જેવી દાસી પાછી ફરતી હતી તેવામાં જ તેને શ્રેણિક રાજા મળ્યા. શ્રેણિકે પૂછતાં દાસીએ સર્વ હકીકત જાહેર કરી. રાજા દાસી સાથે ઉકરડામાં ગયા. ત્યાં આ બાળક દુઃખથી રડતું હતું. તરતજ શ્રેણિકે તેની આંગળી મેંમાં ઘાલી લોહી ચુસી લીધું અને બાળકને લઈને અંતઃપુરમાં ચલણુ પાસે આવ્યા. ચેલ્લણાને ઠપકે આપીને આ બાળકનું રક્ષણ કરવાનું કહ્યું. ચેલ્લણા રાણુ ઉદાસભાવે બાળકનું રક્ષણ કરવા લાગી.
આ બાળકની આંગળી કુકડાએ કરડી ખાધી હતી, તેથી તેનું નામ “કણિક પાડવું. બાલ્યાવસ્થા વીતાવી કુણિક યુવાવસ્થાને પાયે, ત્યારે તેને આઠ સ્ત્રીઓ પરણાવવામાં આવી. કુણિક યુવરાજપદે હતા, અને રાજ્યકારભારમાં પણ પુરતું લક્ષ આપતો હતો.
એકવાર કણિકને વિચાર થયો કે જ્યાં સુધી શ્રેણિક રાજા રાજ્યાસન પર છે ત્યાં સુધી મારાથી રાજ્ય ભોગવી શકાશે નહિ, માટે શ્રેણિકને કેદખાનામાં પૂરીને હું રાજગાદી પર બેસું. એવો વિચાર કરી પિતાના ઓરમાન વગેરે દશ ભાઈઓને બોલાવી પિતાની ઈચ્છા જાહેર કરી. સર્વેએ અનુમતિ આપી.
પ્રસંગ સાધીને કણિકે શ્રેણિક મહારાજાને કેદખાનામાં પૂરી દીધા, અને તે રાજ્યગાદી પર બેસી ગયો. પછી તેણે નગરમાં પિતાની