________________
ભરેલાં બાળક જન્મતી, અને હમે જીવતા બાળકોને જન્મ આપતા. હરીણગમેલી દેવ તમારું બાળકને ઉપાડી અલસાના ગર્ભમાં મૂકતો. અને તેનાં મૃત બાળકો હમારા ગર્ભમાં સાહરણ કરીને મૂકત. અને એવી રીતે તમે મૃત બાળકોને જન્મ આપતાં. હે દેવકીજી! આ છએ સાધુ હમારાં પુત્રો છે અને અતિમુક્તમુનિનું વચન મિથ્યા નથી ગયું. આ સાંભળી દેવકીજીના આનંદનો પાર ન રહ્યો. તત્કાળ દેવકીજી, ત્યાંથી ઉડી પ્રભુને વંદન કરી તે છ સાધુ પુત્રોને વંદના કરવા આવી. છ પુત્રોના વાત્સલ્ય પ્રેમથી દેવકીજીના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી અને પોતે ઘણાજ હર્ષથી પ્રફુલ્લિત બની, ત્યાંથી પ્રભુને વંદન કરી સ્વસ્થાનકે ગઈ.
રાજમહેલ તેને સ્મશાનવત્ જણાય. તેને પુત્રો માટે બહુજ લાગી આવ્યું. તે મન સાથે બેસવા લાગી. અહ, ધિક્કાર છે મહને, સાત સાત પુત્રો છતાં હું બાળ–પાલનનો લાભ મેળવી શકી નહિ, છ પુત્રોએ તો દીક્ષા લીધી, અને કૃષ્ણ પણ મહને છ મહીને વંદન કરવા આવે છે. ધન્ય છે એ માતાને, જે પોતાના બાળકોને રમાડે છે, સ્તનપાન કરાવે છે, ગોદમાં લે છે, હસાવે છે, હું તો હતભાગિની અને પાપી છું. એમ વિચારતી તે આર્તધ્યાન કરવા લાગી. તેવામાં શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા. માતાને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીજીએ પુત્ર ઈચ્છા બતાવીને કારણ જણાવ્યું. ત્યાંથી શ્રીકૃષ્ણ અમ કરી દેવનું આરાધન કર્યું. આથી દેવ આવ્યો શ્રી કૃષ્ણ પિતાને એક ભાઈની માગણી કરી. દેવે જણાવ્યું કે દેવકીજીને પુત્ર થશે; પણ યુવાન થતા તે દીક્ષા લેશે. કૃષ્ણ કહ્યું. ફકર નહિ.“ તથાસ્તુ ” કહી દેવ ગયો. શ્રીકૃષ્ણ માતા પાસે આવી આવ્યાસન આપ્યું. દેવકીજીને ગર્ભ રહ્યો, નવ મહિને પુત્રને પ્રસવ થયે. દેવકીજીના આનંદનો પાર રહ્યો નહિ. પુત્ર રૂપરૂપનો અવતાર, નામ પાડ્યું ગજસુકુમાર. કુમાર દિવસે ન વધે એટલે રાત્રે વધે, અને