________________
હે દેવાનુપ્રિય! આ નગરીમાં અમને આહારપાણ ન મળે એવું કંઈ નથી. વળી અમે તો આ પહેલી જ વાર અહિં આવ્યા છીએ. અમારા પહેલા આવેલા સાધુઓ અમે નહિ પણ બીજા જ. તે સાંભળી આશ્ચર્ય પામી દેવકીજી બોલ્યા:-મહારાજ, ત્યારે આપ બધા એકજ સરીખા લાગે છે તે આપ કોણ છે તે કૃપા કરી કહેશો ? સાધુઓ બોલ્યા:–અમે ભદ્દીલપુર નગરના રહેવાસી, નાગ ગાથાપતિ અને સુલસા દેવીના છ પુત્રો, એકજ ઉદરથી ઉત્પન્ન થયા છીએ, અને દીક્ષા લઈને છઠછઠના પારણા કરીએ છીએ. આજે પારણને દિવસ હોવાથી અમે છ સાધુઓની જુદી જુદી ત્રણ જોડી કરીને ભિક્ષાર્થે નીકળ્યા છીએ. એટલું કહ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
દેવકીજી વિચારમાં પડ્યા કે અતિમુક્ત સાધુએ મહને કહેલું કે તમે નળકુબેર સરીખા સુસ્વરૂપવાન આઠ પુત્રને જન્મ આપશે અને તેના પુત્રો આ ભરતક્ષેત્રમાં કઈ માતા જન્મશે નહિં. તો શું તે મહાત્માનું વચન મિથ્યા ગયું ? કેમકે મને લાગે છે કે મહારા કૃણ વાસુદેવ જેવા પુત્ર જન્માવનાર બીજી માતા હજુ ભરતક્ષેત્રમાં છે. માટે હું શ્રી નેમિનાથ ભગવાનને પૂછી આ શંકાનું સમાધાન કરૂં.
એમ ધારી દેવકીજી રથમાં બેસી પ્રભુ પાસે આવ્યા અને વંદન કર્યું. તરતજ પ્રભુએ કહ્યું, હે દેવકીજી, હમને સંદેહ થ હતો કે અતિમુક્તમુનિનું વચન મિથ્યા ગયું ? દેવકીજીએ કહ્યું, સત્ય વાત છે ભગવાન !
ભગવાને કહ્યું –ભદ્દીલપુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામે સ્ત્રી હતી. સુલસાને હાનપણમાં એક નિમિત્તિયાએ કહ્યું હતું કે હુને મરેલાં બાળકો અવતરશે. ત્યારથી સુલસા હરિણગમેષી દેવની આરાધના કરવા લાગી. દેવ પ્રસન્ન થયા. દેવકીજી, તમે અને સુલસા બંને એક જ સાથે ગર્ભ ધારણ કરતાં. તે વખતે સુલસાડ