________________
નામે દેવ થયા. નિયાણું મુજબ અગ્નિકુમાર દેવે દંડક દેશ બાળા મૂકો અને ત્યારથી દંડકારણ્ય હોલ કહેવાય છે.
૭૮ ખંધક સન્યાસી.
તેઓ શ્રાવસ્તી નગરીમાં ગઈ નામના પરિવ્રાજકના શિષ્ય હતા. ચાર વેદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા. એકવાર પ્રભુ મહાવીરના પીંગળ નામના સાધુ સાથે તેમનો મેળાપ થયો, તે વખતે પીંગળ મુનિએ ખંધકને પૂછયું કે આ લોક અનંત છે કે અંત સહિત છે? જીવ અંત સહિત કે અંત રહિત છે? સિદ્ધશિલા અંત સહિત છે કે રહિત છે? સિદ્ધના જીવો અંત સહિત છે કે રહિત છે ? અને કેવા ભરણથી છવ સંસાર વધારે તથા કેવા ભરણથી છવ સંસાર ઘટાડે? આ દશ પ્રશ્નો પૂછયા. તેનો જવાબ ખધક પરિવ્રાજક આપી શકયા નહિ, આથી તેમની મુંઝવણ વધી. એવામાં શ્રાવસ્તી નગરીના લેકે બોલવા લાગ્યા કે ભગવાન મહાવીર અહિંથી થોડેક દૂર કયંગલા નગરીમાં પધાર્યા છે. આ વાત સાંભળી બંધક પ્રભુ મહાવીરના દર્શને જવા ચાલી નીકળ્યા; એ અરસામાં ભગવાન મહાવીર દેવે ગૌતમને કહ્યું કે તમારે પૂર્વસનેહી ખધક પરિવ્રાજક અહિંયા આવે છે. આથી શ્રી ગૌતમે પ્રશ્ન કર્યો પ્રભુ, તે અહિં કયારે આવશે અને આપની પાસે તે સાધુપણું અંગીકાર કરશે કે કેમ ? જવાબમાં ભગવતે કહ્યુંશ્રાવતી નગરીને ઘણે ભાગ તે વટાવી ચૂકી છે અને તે મારી પાસે પ્રવર્જિત થશે. આ સાંભળી શ્રી ગૌતમ તે અંધકને સત્કાર કરવા સામાં જવા નીકળ્યા, ત્યાં સમવસરણ નજીક ખંધકને મેળાપ થયો. શ્રી ગૌતમે અંધકને પૂછ્યું -હમે “લેક અનંત છે કે અંત સહિત છે” વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા આવ્યા છે ? અંધકે કહ્યું–હા, હમે કેમ જાણ્યું ? ગૌતમે કહ્યું મારા ધર્માચાર્ય, ધર્મગુરૂ શ્રી મહાવીર દેવ પાસેથી મેં જાણ્યું. અંધકે કહ્યું ત્યારે ચાલો,