________________
ર
૭૧ કુડકાલિક
કપીલપુરનગરમાં કુંડકાલિક નામે ગાથાપતિ હતા. તેને પૂષા નામે સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિ પણ ઘણીજ હતી. પ્રભુ મહાવીરના ઉપદેશ સાંભળી તે પણ કામદેવની માફક શ્રાવક થયા અને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. એકવાર મધ્યાન્હકાળે પાંતાની નામાંકિત મુદ્રિકા ( વીંટી ) ઉતારીને, પ્રભુ મહાવીર પાસેથી લીધેલાં વ્રતનું શાંતચિત્તે સ્મરણું કરતા હતા, તેવામાં એક દેવ તેમની પાસે આવ્યા અને કહ્યુઃ હે શ્રાવક, ગાશાળાના ધમ સાચા છે, અને મહાવીરના ધમ ખોટા છે. કેમકે ગેાશાળા કહે છે કે જે થવાનું હોય તેજ થાય છે; અને મહાવીર કહે છે કે ઉદ્યમ કરવાથી થાય છે. તે ગાશાળાનું કથન સત્ય છે; માટે મહાવીર પાસેથી લીધેલુ વ્રત છેાડી દે, નાહક તપ જપ કરી શા માટે આત્માને શોષે છે! ત્યારે કુંડકાલિકે કહ્યું:-ધમ તા પ્રભુ મહાવીરનેાજ સત્ય છે; હે દેવ, તું અહિંજ જો કે તું દેવની જે રિદ્ધિસિદ્ધિ પામ્યા, તે શાના પ્રતાપે ? તે ઉદ્યમ ન કર્યાં હોત તો તને તેમાંનું કશુંયે ન મળત. માટે પ્રભુના જ પ્રરૂપેલા ધર્મ સત્ય છે, અન્ય ધર્મની હું સ્વપ્નામાંય ઈચ્છા ન કરૂં. તેની તારે ખાત્રી રાખવી. ઉપર પ્રમાણે સાંભળી દેવ સ્તબ્ધ થઇ ગયો. તેણે કુંડકાલિકની દઢતાના વખાણ કર્યાં. પછી તે દેવ ત્યાંથી સ્વસ્થાનકે ગયા.
ત્યારબાદ પુત્રને ગૃહકાય ભાર સોંપી કડકાલિક સ’સાર કાર્યમાંથી નિવૃત્ત થયા. ૧૧ પ્રતિમા વહન કરીને, એક માસના સંથારા ભાગવી કાળ કરીને તે સૌધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મેાક્ષ પામશે.
૭૨ કેશીસ્વામી
તે ભગવાન પાર્શ્વનાથના શિષ્ય હતા. મતિ, શ્રુત અને અવધિજ્ઞાની હતા. ચારિત્રવત, ક્ષમાવંત, મહાતપસ્વી, યશવંત, જ્ઞાનવત આદિ અનુપમ લક્ષણા વડે તેઓ શાભાયમાન હતા. અનેક