________________
૮૩
શિષ્યોથી પરિવર્તેલા શ્રી કેશી સ્વામી એકવાર શ્રાવસ્તી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. એજ અરસામાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈદ્રભૂતિ ઉર્ફે ગૌતમ સ્વામી પણ તેજ શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામક ઉદ્યાનમાં અનેક શિષ્યો સહિત પધાર્યા. આ બંને મહાપુરુષોના શિષ્ય શહેરમાં ગૌચરી અર્થે નીકળતા ભેગા થયા. બંને જૈનધર્મી સાધુઓ હોવા છતાં એક બીજાને જુદો જુદો વેશ જોઈ પરસ્પર તેઓને શંસય થયું કે આનું કારણ શું હશે? ઉભય શિષ્યવૃંદે પોતપોતાના ગુરૂને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણધરે વિચાર્યું કે ભ. પાર્શ્વનાથના શિષ્ય મારાથી મેટા ગણાય, માટે નિયમ પ્રમાણે ભારે કેશી સ્વામીને વંદન કરવા જવું જોઈએ. એમ વિચારી શ્રી ગૌતમ સિંદુક વનમાં શ્રી કેશી ગણધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશી સ્વામીએ પણ તેમનો સત્કાર કરી ગ્ય આસને બેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને ગૌતમ ચંદ્રસૂર્ય જેવી શોભવા લાગ્યા. અન્ય મતાવલંબીઓ આ કૌતક જેવા માટે ઉદ્યાનમાં આવ્યા. જૈનધર્મનુયાયીઓ પણ એક બીજાની ચર્ચા સાંભળવાની ઉત્સુક્તાથી આવ્યા. દેવલોકના દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયો. તેમાં પ્રથમ કેશી સ્વામીએ શ્રી ગૌતમને પૂછ્યું –હે બુદ્ધિમાન ! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવ્રતલ્પ ધર્મ કહ્યો અને મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહ્યો, તે આ તફાવતનું શું કારણ હશે?
શ્રી ગૌતમે જવાબ આપ્યો –સ્વામિન! પહેલા તીર્થકરના સાધુઓ સરળ અને જડ હોય છે, છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા અને જડ હોય છે, જ્યારે વચ્ચેના ૨૨ તીર્થંકરના સાધુઓ સરળ અને બુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ બે પ્રકારને ધર્મ કહ્યો છે. અર્થાત પહેલાં તીર્થંકરના સાધુઓ ત્વરાએ ધર્મ સમજી શક્તા નથી, અને સમજ્યા પછી તેઓ સારી રીતે તેની આરાધના કરે છે,