________________
૭૯
આથી ભય પામી શ્રી કૃષ્ણ જીવનમાં સત્કાર્યો કરવાનું પણ લીધું. તે દીક્ષા તે ન લઈ શકયા, તેમ શ્રાવકના વતો પણ ગ્રહણ ન કરી શક્યા, પરંતુ તેમણે દ્વારિકા નગરીમાં એ પડહ વગડાવ્યો કે જે કોઈને દીક્ષા લેવી હશે તેનું તમામ ખર્ચ શ્રી કૃષ્ણ આપશે, અને તેમના વાલીવારસનું પતે રક્ષણ કરશે. આથી ઘણાઓએ આ સગવડથી દીક્ષા લીધી. આ ઉપરાંત અનેક સત્કર્મો વડે શ્રીકૃષ્ણ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને તેઓ હવે પછીના ઉત્સર્પિણી કાળમાં અસમનાથ નામના તીર્થંકર થશે. આખરે દ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવના કોપથી દ્વારિકા નગરી બળી. અગ્નિની ચોમેર ફરી વળેલી જવાળાઓ રોકવા શ્રીકૃષ્ણ શક્તિમાન ન થયા, એટલે શ્રીકૃષ્ણ તથા બળદેવ, એક રથમાં પોતાના પિતા વસુદેવ અને માતા દેવકીને બેસાડી, પિતે રથ હાંકીને જેવા જ દ્વારિકા નગરીના દરવાજાની બહાર નીકળ્યા, કે તરત જ તે દરવાજે તૂટી પડ્યો અને પોતાના માબાપ તેમાં ચગદાઈ મૃત્યુ પામ્યા. બંને ભાઈ ઝડપભેર ત્યાંથી નાસી છૂટયા અને વગડામાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણને ખૂબ તૃષા લાગી. બળભદ્ર પાણીની શોધ માટે ચાલ્યા ગયા. તેવામાં જે ઝાડ પાસે શ્રીકૃષ્ણ બેઠા હતા, ત્યાં જરાકુંવરના હાથથી છૂટેલું એક બાણ આવ્યું અને તે શ્રીકૃષ્ણના કપાળમાં વાગ્યું. કારમી ચીસ પાડી શ્રી કૃષ્ણ ત્યાં એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા
* શૌર્યપુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામનો તાપસ હતું. તેણે યમુના દ્વીપમાં જઈ કઈ નીચ કન્યા સાથે ભોગવિલાસ ર્યો, પરિણામે એક પુત્ર થયે. તેનું નામ હૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયે અને યાદવોના સહવાસમાં મૈત્રિભાવથી રહેવા લાગ્યો. એકવાર શાંબ આદિ કુમાર મદિરામાં ચકચૂર " બન્યા અને દ્વૈપાયનને મારી નાંખ્યો. મરીને તે અગ્નિકુમાર દેવ થ. ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી.