________________
૬૫
અને આગમનનું કારણ પૂછયું. જવાબમાં સાધ્વીજી બોલ્યાઃ કરસંડુ, તું જેની સાથે આ યુદ્ધ ખેલે છે, તે તારો પિતા છે, એ તું જાણે છે
કરકંડું આશ્ચર્ય પામી બેલ્યોઃ ના, મહાસતીજી. કહે કેવી રીતે?
જે આ વીંટી. તે પર કોનું નામ છે?' વિટી પર દધિવાહનનું નામ જોઈ કરકંડ વિસ્મય પામે. સાધ્વી બોલ્યા. કરકંડુ, સબુર. મને એકવાર જવા દે હારા પિતા પાસે. એમ કહી સાધ્વી દધિવાહન પાસે ગયા અને કહ્યું.
રાજન ! તમારી પદ્માવતી રાણીને હાથી લઈ ગયે હતો, તે પછી તેનું શું થયું તે તમે જાણો છે ?”
નહિ, મહાસતીજી. હું તેમાંનું કશું જાણતો નથી.' . “હું પોતે જ પદ્માવતી સાધ્વીજી બોલ્યા.
ત્યારે તમને ગર્ભ હતો તેનું શું થયું?' રાજાએ આશ્ચર્યથી પૂછયું.
તેજ આ કર્ક, કે જેની સામે તમે યુદ્ધ ખેલે છે.
રાજા દિંગમૂઢ બને. યુદ્ધ બંધ થયું અને તે કરકંડ પાસે આવી પ્રેમથી તેને ભેટયો. સાધ્વીએ તેમને ધર્મબોધ આપ્યો. દધિવાહન રાજા વૈરાગ્ય પામ્ય અને ચંપાનગરીનું રાજ્ય કરકડને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળે.
હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. કરસંડુને ગાયના ગેકુળ બહુ પ્રિય હતા. એકવાર એક બાળ-વાછરડાને જોઈ તેને તેના પર ખૂબ પ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું. આ ગાયને તમે દેહશે નહિ અને સઘળું દુધ આ વાછરડાને પીવરાવી દેજે.