________________
શ્રાવક તે સર્વના ઉપભેગમાં આનંદથી દિવસો પસાર કરતા હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. કામદેવ, આણંદ શ્રાવકની જેમ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુના અપૂર્વ ઉપદેશથી પ્રતિબોધ પામ્યા, અને શ્રાવકના બાર વૃત અંગીકાર કર્યા. નિયમેનું બરાબર પાલન કરતાં કેટલાક વર્ષો વિત્યા બાદ ઘરનો સઘળો કારભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી કામદેવ ધર્મ કાર્યને માટે નિવૃત્ત થયા. એક વાર અર્ધ રાત્રીએ કામદેવ શ્રાવક પૌષધવ્રત કરીને આત્મધ્યાન ધરતાં કાયોત્સર્ગમાં ઉભા હતા, તેવામાં તેમને ધ્યાનથી ચલાવવા માટે એક મિથ્યાત્વ દષ્ટિ દેવ ભયંકર પિશાચનું રૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો અને બોલ્યો –હે કામદેવ, મ્હારા લીધેલાં વૃત તું છેડી દે, નહિતર આ તરવારથી તારાં શરીરનાં ટુકડે ટુકડા કરી નાખું છું. આ સાંભળી કામદેવ જરા પણ ક્ષોભ પામ્યા વિના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ફરીથી તે દેવે હાથીનું રૂપ કરીને કામદેવને ખૂબ કચર્યા, છતાં કામદેવ નિશ્ચળ રહ્યા. પુનઃ દેવે સર્પનું રૂપ કરી કુંફાડા માર્યા અને તીક્ષ્ણ ઝેરી દાંતથી ડંખ દીધો. કામદેવને અસહ્ય વેદના થઈ, પરંતુ તે પોતાના ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. એમ સિંહ, વાઘ, હાથી વગેરે અનેક રૂપે વિકુવને દેવે કામદેવ શ્રાવકને તેના વ્રતથી ડગાવવા ઘણા પરિસહ આયા; છેવટે તે દેવ થાય અને અવધિ જ્ઞાન મૂકીને જોયું તો કામદેવને પોતાના કાયોત્સર્ગમાં મેરૂ પર્વતની જેમ અડોલ જોયાં. તેથી દેવે પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી કહ્યું –“ધન્ય છે કામદેવ શ્રાવક હમારી ટેકને, શકેંદ્ર દેવતાની સભામાં તમારી દ્રઢતાની પ્રશંસા મેં જેવી સાંભળી તે બરાબર છે. અવિનય માટે હું તમારી ક્ષમા માગું છું. મારો અપરાધ તમે ક્ષમા કરજે.” એટલું કહી તે દેવ સ્વસ્થાનકે ચાલ્યો ગયો.
સવાર થયું, કામદેવે પૌષધશાળામાં સાંભળ્યું કે પ્રભુ મહાવીર પધાર્યા છે. તેથી તે પૌષધ પાર્યા પહેલાં જ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ પરિષદને ધર્મબોધ આપ્યો, અને કામદેવને