________________
૭૩
થવું પડયું, તે ધિક્કાર છે આ સંસારને. એમ વિચારી, તેમણે ચારિત્રવ્રત અંગીકાર કર્યું અને ઉગ્ર તપશ્ચર્યા તથા સંયમના પ્રભાવે તે કાળ કરીને સૌધ નામક પ્રથમ દેવલેાકના ઈંદ્ર-શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયા. તેમના વાંસા પર થાળ મૂકી જમનાર તાપસ મૃત્યુ પામીને તે શક્રેન્દ્રને ઐરાવત હાથીનું રૂપ કરનાર એવા આનાધિન દેવ થયા. અહિં અધિજ્ઞાન વડે જોતાં તે દેવને ભાન થયું કે ગતભવમાં આ ઈંદ્ર કાર્તિક શેઠ હતા, અને હું તેના વાંસા પર જન્મ્યા હતા, તે આ વખતે તે મારા પર સ્વારી કેમ કરે? એવા વિચારથી તેણે એ હાથી વિષુર્યાં. જેમાંના એક પર શક્રેન્દ્ર પોતાના દંડ મૂકી ખીજા પર બેઠા. એટલે તે તાપસ દેવે ત્રીજો હાથી અનાવ્યા. એમ તાપસ રૂપ વધારતા જાય અને ઈંદ્ર એકેક વસ્તુ મૂકતા જાય. આથી ઈંદ્રે અવધિજ્ઞાનથી જોયું તે તેને જણાયું કે પૂર્વભવના વૈરી તાપસ દેવ થયેા છે, અને પેાતાના ઉચ્ચત્વપણાના અભિમાને તે
આ સઘળી માયા રચે છે, આથી ઈંદ્રે તેના પર વજ્રના પ્રહાર કર્યાં એટલે તે ઐરાવત હાથી વશ થઈ સીધા ચાલ્યા; અને વિધ્રુવેલા રૂપ સંકેલી લીધા. તીર્થંકરના જન્માત્સવ વખતે, દીક્ષા વખતે, વાર્ષિ ક દાન આપતી વખતે તીર્થંકર પાસે ઉભા રહેવું એ વગેરે ક્રિયાએ શક્રેન્દ્રને કરવાની હોય છે.
૬૦
કાલીકુમાર
રાજશ્રહી નગરીના શ્રેણિક રાજાની કાળી રાણીની કુક્ષિએ કાલીકુમારના જન્મ થયા હતા. તેના ઓરમાન ભાઈ કાણિકને પેાતાના પિતા શ્રેણિક રાજા પાસેથી રાજ્ય પડાવી લેવામાં તેણે મદદ કરી હોવાથી, તેને ખીજા નવ ભાઈ એની માક રાજ્યમાં ભાગ મળ્યા હતા. એટલે મગધ અને અંગ દેશનું રાજ્ય અગીયાર ભાગે વહેંચાયું હતું. કાલકુમાર પોતાના રાજ્યના વહિવટ કાણિક પાસે ચંપાનગરીમાં રહીને કરતા. કાણિકને વિહલ્લ અને વેહાસ