________________
તૃષાતુર થયેલી સતી પાણું પીવા સરીતા તટે પહેચી. એવામાં એકાએક પાણીનું પૂર આવ્યું, જેમાં કલાવતી તણાઈ જાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આવી કલંકિત અવસ્થામાં તેનું મૃત્યુ થાય, એ કલાવતીને ઈષ્ટ ન લાગ્યું. એટલે તે વિશુદ્ધ ભાવે પ્રભુ સ્મરણ કરતાં બોલી –હે નાથ ! જે મેં આજ સુધી સાચા મનથી પતિ સેવા કરી હોય, સ્વપ્નમાં પણ પતિનું અહિત ઈચ્છયું ન હોય, અને હું પવિત્ર જ હોઉં, તે આ નદીનું પૂર ઓસરી જજો અને મહારા બંને હાથ નવપલ્લવિત થજે. સતીના મુખમાંથી ઉપરના શબ્દો નીકળતાં જ નદીને પ્રવાહ એકદમ શાંત થઈ ગયો, અને તેના પાયેલાં કાંડાં પુનઃ સજીવન થયાં.
અહિં કલાવતીએ એક વૃક્ષની ઓથે આશ્રય લીધે અને એક પુત્ર રત્નને જન્મ આપ્યો. જંગલમાં પુત્રને પ્રસવ થવાથી કલાવતીને ખૂબ લાગી આવ્યું; પરન્તુ કર્મનું પરિબળ સમજી, સઘળું તેણુયે સમભાવે સહન કર્યું. એવામાં એક તાપસ ત્યાં આવી ચડે. દયાથી તે કલાવતી તથા તેના બાળકને પિતાના મઠમાં લઈ ગયો અને તેઓને તાપસણુના સહવાસમાં મૂક્યા. કલાવતી અહિં ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગી.
બીજી તરફ ચંડાળાએ કલાવતીના કાંડાં બેરખાં સહિત શંખ રાજાને સંપ્યા. બેરખાંની સુંદરતા અને કારીગીરી જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. વધુ બારીકાઈથી જોતાં તેણે બેરખાં પર “જયસેન” એવું નામ વાંચ્યું. તે વાંચતાં જ રાજાને ધ્રાસકો પડે. તે સમજ્યો કે બેરખાં કલાવતીના ભાઈને મોકલાવેલાં છે અને તેથી જ તેણું તેના ભાઈ પરનો અસીમ સ્નેહ વ્યક્ત કરતી હશે! અહા ! હું કે દુષ્ટ કે પૂરતી તપાસ કર્યા વગર કલાવતી જેવી પવિત્ર સ્ત્રી પર વહેમાય, અને તેણીની દુર્દશા કરાવી. અહા ! હવે તેણીને ક્યાં પત્તો લાગશે? એમ વિચારતાં રાજાનું હદય મુંઝાયું; કલાવતીને