________________
૯૮
મારા પર કેવો સ્નેહ છે, કે આવા સુંદર બેરખાં અને વસ્ત્રાભૂષણ મારા માટે મોકલ્યા ! અહા ! હું તેમને ક્યારે મળું! આ શબ્દો કલાવતીના મુખમાંથી નીકળતા હતા, તેવામાં જ શંખરાજા તેણીના મહેલ પાસેથી નીકળે, અને આ શબ્દ તેણે સાંભળ્યા. સાંભળતાં જ તે કલાવતી પર વહેમાયો. તેની નજરમાં કલાવતી કુલટા લાગી. તેણે કલાવતીને ધૃષ્ઠતાપૂર્વક ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
મહેલમાં આવી રાજાએ બે ચંડાળાને બોલાવીને કહ્યું કે તમે હમણા જ રાણી કલાવતીને કાળાં વસ્ત્રો પહેરવી, કાળા રથમાં બેસાડી જંગલમાં લઈ જાવ અને ત્યાં તેણીના બંને કાંડ બેરખાં સાથે કાપી મારી પાસે હાજર કરે.
હુકમને અમલ થઈ ગયે. કલાવતી માથે આવેલું સંકટ સહન કરવા હિંમતવાન બની અને પરમ પવિત્ર નવકારમંત્રનું સ્મરણ કરતી કાળાં વસ્ત્રો પહેરી રથમાં બેઠી. રથ અરણ્ય તરફ ચાલ્યો. મધ્ય જંગલમાં રથ ભાવવામાં આવ્યો. ચંડાળાએ કલાવતીને નીચે ઉતારીને કહ્યું –બહેન ! અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે મહારાજાને હુકમ છે કે તમારા બંને કાંડા બેરખાં સાથે કાપી નાખીને મહારાજાને સ્વાધીન કરવા. કલાવતી આ સાંભળી કંપી ઉઠી. તેણે પોતાના ભાગ્યને દોષ આપતા કહ્યું:–ભલે ભાઈ ! સ્વામીનું કુશળ હે ! ખુશીથી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે, એમ કહી હિંમતપૂર્વક તેણીએ પોતાના બંને હાથ કાપી નાખવા માટે ચંડાળે સન્મુખ લખાવ્યા; એટલે ચંડાળાએ તેના બે હાથ તરવારના એક એક ઝટકાથી કાપી નાખ્યા. કલાવતી બેશુદ્ધ બની જમીન પર ઢળી પડી. ચંડાળે કપાયેલાં કાંડાં લઈ રાજમહાલયને માર્ગે વળ્યા.
'થેડીક વારે શુદ્ધિ આવ્યા બાદ કલાવતી પ્રભુ સ્મરણ કરતી એકાકી બેઠી છે, તેવામાં પાસે વહેતી સરીતા તરફ તેની દૃષ્ટિ ગઈ.