________________
ઉંમર લાયક થતાં ૮ કન્યાઓ પરણ્યા. પ્રભુ મહાવીરના ઉપદેશથી ચારિત્ર લીધું. બે વર્ષ ચારિત્ર પાળી પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે.
૩૬ અંગતિ ગાથાપતિ શ્રાવસ્તી નામની નગરીમાં, પ્રભુ પાર્શ્વનાથના સમયમાં અંગતિ નામે મહાસમર્થ ગાથાપતિ હતે. એકવાર તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ પધારતા, અંગતિ તેઓના વ્યાખ્યાનમાં ગયા, અને પ્રભુના બોધથી વૈરાગ્ય પામી, પિતાના મોટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી સંયતિ થયા. બહુસૂત્રી સ્થીર મુનિ પાસે તે ૧૧ અંગ ભણ્યા, છઠ અઠમાદિ તપશ્ચર્યા કરી. સામાન્ય ચારિત્ર પાળી અંતિમ સમયે ૧૫ દિવસનું અનશન કર્યું. પરંતુ વિરાધક પણે મૃત્યુ પામવાથી તેઓ ચંદ્રાવત સક નામના વિમાનમાં જ્યોતિષિના ઈપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ લેશે અને મેક્ષમાં જશે.
૩૭ ઈષકાર રાજા ઈષકાર નામના નગરમાં ઈષકાર નામે રાજા હતા. તેને કમળાવતી નામે રાણી હતી. એજ નગરમાં ભૃગુ નામને એક પુરોહિત, તેની જ શા નામની સ્ત્રી અને તેના બે પુત્રો હતા. આ રીતે આ છએ છ પૂર્વભવમાં પહેલા દેવલેકના નલિની ગુલ્મ વિમાનમાં હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, તે છએ ઈષકાર નગરમાં ઉત્પન્ન થયા હતા. કઈ આનંદના પ્રસંગે રાજાએ પુરોહિતને કેટલુંક ધન જાગીર વગેરે આપ્યા હતા. પૂર્વના શુભ કર્મના ઉદયે પુરોહિત, તેની સ્ત્રી જશા અને બંને પુત્ર, વૈરાગ્ય થતાં સર્વ ધનસંપત્તિ છેડી, મવજિત થયા. આ વાતની ઈષકાર રાજાને ખબર પડતાં, નિર્વશીયું (બીનવારસવાળું) ધન