________________
આ વાતની પવનજયને ખબર પડતાં પતે યુદ્ધમાં જવા તૈયાર થયે. પ્રહાદે તેને યુદ્ધમાં ન જવા સમજાવ્યું, પરંતુ પવનજયે તે ન માનતા, અતિ આગ્રહે યુદ્ધમાં જવાની અનુમતિ મેળવી. આ વાતની આખા ગામમાં ખબર પડી. પવનજયે લશ્કરી પોશાક પહેરી માતા પિતા વગેરેની રજા લીધી, પણ તે અંજનાના દ્વારે આવ્યો નહિ. અંજનાને આથી ઘણું દુઃખ થયું. યુદ્ધ વિજયનો પતિને આશીર્વાદ આપવાનો નિરધાર કરી, શુકન આપવા માટે અંજના, એક સુવર્ણના કોળામાં દહીં ભરીને રાજ્યદ્વાર પાસે આવી, પવનજયના માર્ગની પ્રતિક્ષા કરવા લાગી. બહાર નીકળતા પવનજયની તેના પર દૃષ્ટિ પડી, કે તરત જ તેનો મિજાજ કાબુમાં ન રહ્યો. તેણે વિચાર્યું કે હજુએ અંજના મારો કેડો મૂકતી નથી, અને આવા યુદ્ધગમન વખતે પણ તે મને અપશુકન આપવા આવી છે ! એમ વિચારતા જ, તેણે અંજના પર પગપ્રહાર કર્યો, અને ત્યાંથી ચાલ્યો ગયે. અંજના આંસુ સારતી મહેલમાં પાછી ફરી અને પિતાના કર્મને દોષ દેતી પતિનું કુશળ ઈચ્છવા લાગી.
પવનજયે રસ્તે ચાલતા રાત્રિ થવાથી જંગલમાં એક સ્થળે પડાવ નાખ્યો. ચંદ્રિકા પ્રકાશી રહી હતી, તેવામાં નજીકના એક સરોવરમાં પવનજયે ચક્રવાક પક્ષીનું એક યુગલ ચાંચમાં ચાંચ મીલાવીને પ્રેમ ક્રીડા કરતું જોયું. તેવામાં ચક્રવાક પક્ષી રાત્રિ થઈ જવાની ખબર પડતાં જ ચક્રવાકીથી છૂટું પડી ઉડી ગયું. સ્નેહવિયોગી ચક્રવાકી વિરહ વ્યથાએ મૂરવા લાગી. આ દશ્ય જોતાં જ તેને વિચાર થયે કે અહા, એક પક્ષીની જાત પણ પિતાના પ્રેમપાત્રના વિયોગે કેટલી મૂરણ કરે છે, જ્યારે મેં બારબાર વર્ષથી મહારી પ્રિયતમાને ત્યજી છે, ત્યારે તેને કેટલી વેદના થતી હશે ! આ વાત તેણે પિતાના મિત્રને કહી. મિત્રે અંજનાના શુભ શુકનની, તેની પવિત્રતાની, અને તેની પતિ પ્રત્યેની કલ્યાણ ભાવનાની વાત કરી. આથી પવનજયને અંજનાને મળવાનો વિચાર થયો.