________________
આવ્યો છું, આ સાંભળી સુલસાએ પ્રભુને ભાવયુક્ત વંદન કર્યું. અંબડે બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરેને વંદન નહિ કરવાનું કારણ પૂછ્યું. સુલસાએ અતીથને નહિં પૂજવાનો પોતાનો નિર્ણય વિદિત કર્યો. સુલસાના જ્ઞાન અને દર્શનથી પ્રસન્ન થઈ અંબડે વિદાય લીધી.
૫૩ અંબડ સંન્યાસી.
અંબડ નામનો એક સન્યાસી હતો. તે છઠ્ઠ છઠ્ઠના પારણું ઉપરાંત ઘણુ તપશ્ચર્યા કરતા. સન્યાસીપણામાં પણ તે શ્રાવકના બાર વતનું સુંદર રીતે પાલન કરતો. પિતાના તપ બળે તેને જીવની શક્તિરૂપ વૈકેયી લબ્ધિ, અને અવધિજ્ઞાન લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે સો ઘરનો આહાર પચાવી શક્તિ તેમ જ સર્વથા બ્રહ્મચર્ય પણ પાળતો. આવા દુષ્કર ચારિત્રથી આકર્ષાઈ હેને ૭૦૦ શિષ્ય સન્યાસીએ થયા હતા. એકવાર તે અંબઇ પિતાના ૭૦૦ શિષ્યો સાથે ગંગાનદીના કાંઠા પરના કંપિલપુર નગરથી પુરિમતાલ નગરે જવા નીકળ્યો. તે વખતે ગ્રીષ્મઋતુનો સમય હતો. સખ્ત તાપ પડતો હતો. ચાલતા ચાલતા સઘળા મહાન અટવીમાં જઈ ચડ્યા. શેડીક અટવી ઓળંગી હશે, તેવામાં તેમની પાસેનું બધું પાણું ખલાસ થઈ ગયું અને તૃષાથી તેમનો કંઠ સૂકાવા લાગ્યું. તાપસ ધર્મ એવો હતો કે તેઓ સચિત્તે પાણે વાપરી શકતા, પણ કોઈની રજા વગર તે લઈ શકતા નહિ. નદીમાંથી પાણી લેવાની આજ્ઞા માટે તેઓ રસ્તામાં કોઈ આવતા જતા માણસની પ્રતિક્ષા કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહિં જો કોઈ માણસ આવી ચડે અને નદીમાંનું પાણી લેવાની આજ્ઞા આપે તો તે લઈને અમે અમારી તૃષા છીપાવીએ. પરંતુ કોઈપણ માણસ ત્યાં આવ્યું નહિ. સન્યાસીઓ તૃષાથી અકળાઈ ગયા અને હમણાજ પ્રાણ જશે એવી સ્થિતિ થઈ પડી. આથી તેઓ સઘળાએ નદીની રેતીમાં બિછાનું