________________
થયો અને દયા આવવાથી કપીલને માગે તે આપવા જણાવ્યું.. કપીલે કહ્યું. મહારાજા, અત્યારે ચિંતામાં છું, એટલે નિરાંતે વિચાર કરીને હું આપને કહું; રાજાએ અનુમોદન આપ્યું.
શું માગવું તેને વિચાર કરવા કપીલ પાસેના એક બગીચામાં ગયો. તેણે વિચાર્યું કે બે માસા સોનાથી શું વળવાનું છે, લાવને પાંચ ભાસા માગું, પાંચથી શું વળવાનું છે. લાવને દશ માગું. પણ દશ કયાં સુધી ચાલશે ? સે માસા માગવા દેને, સો તો એકાદ વર્ષમાં ખરચાઈ જાય. પછી શું? હજાર માગું તે ઠીક, પણ હજારથી કંઈ પૈસાવાળા થવાય ? લાખ માગવા દેને, લક્ષાધિપતિ તે ઘણાય છે. કોડ માગવા દેને, આમ વિચાર કરતાં કરતાં કપીલની તૃષ્ણા તે વધવા લાગી. ક્રોડ માગું તે કરતાં અર્થે રાજ્ય માગું તો! અર્ધા રાજ્યથી રાજાને સમોવડીઓ કહેવાઉં, માટે આખું રાજ્ય માગવા દેને, આમ વિચારતાં તે ચમકો, અને મન સાથે બેલ્યો –અરે ! રાજાએ મારા પર કૃપા કરી ભાગવાનું કહ્યું, ત્યારે રે જીવ, રાજાનું જ રાજ્ય પડાવી લેવાની ઈચ્છા થઈ? ત્યાંથી પાછો ફર્યો. અધું રાજ્ય પણ નહિ જોઈ એ, ક્રોડ નહિ. લાખ નહિ, શું ત્યારે હજાર? પણ એવી ઉપાધિ શાને ? શું ત્યારે સો ? સ પણ નહિ, દશ પણ નહિ, પાંચ પણ નહિ, ત્યારે બે, બે માસા સોનું લેવા હું શા માટે આવ્યો? એક સ્ત્રીને ખાતર, તે સ્ત્રી કોણ? હું કેણ? રે જીવ, વિદ્યાભ્યાસ માટે આવતાં આટલી ઉપાધિ કેમ મેળવી ? કપીલની તૃષ્ણ ઓછી થતી ગઈ. તેના આત્મામાં વિચારો આવવા લાગ્યા. તરતજ તેણે કહ્યું કે મારે કંઈ પણ નહિ જોઈએ, આ જગતમાં લોભ, ભાયા, માન, ક્રોધ, રાગ, દ્વેષ એ જ ભયંકર શત્રુઓ છે તેનો જ હારે નાશ કરે !
એમ ચિંતવી રાજ પાસે ગયો અને કહ્યું: મહારાજ, હારી,