________________
કર
હાથી કેટલેક દૂર નીકળી ગયા પછી તેને તૃષા લાગવાથી તે એક જળાશય પાસે આવી ઉભા રહ્યો. આ વખતે રાણીએ છૂટકારાનો દમ ખેંચ્યા. હાથી પરથી તે ધીરેથી નીચે ઉતરી અને જંગલ માર્ગે ચાલવા લાગી. તેવામાં એક તાપસે તેને જોઈ. જે તાપસ ચેડા રાજાને એળખતા હતા. જ્યારે પદ્માવતીએ જણાવ્યું કે તે ચેડા રાજાની પુત્રી છે, ત્યારે તાપસે તેને ખૂબ આશ્વાસન આપ્યુ અને ખાવા માટે ફળફળાદિ લાવી આપ્યાં. પદ્માવતીએ તે ખાધાં અને તેનો આભાર માન્યા. પછી તાપસે તેને કહ્યું : એન, અહીંથી થાડેક દૂર ધનપુર નામે ગામ છે ત્યાં તમે જાવ. તમને ત્યાં શાંતિ મળશે. એમ કહી તાપસ તેને અ રસ્તે મૂકી ગયા. પદ્માવતી ત્યાંથી ધનપુર ગામમાં આવી અને હવે કયાં જવું તેનો વિચાર કરતી હતી, તેવામાં તેને એક સાધ્વીજી મળ્યા. પદ્માવતીએ હેમને વંદન કર્યું. તેનું નિસ્તેજ વદન જોઈ સાધ્વીજીએ તેને ઉપાશ્રયમાં આવવાનું સૂચન કર્યું. પદ્માવતી સાધ્વીજીની સાથે ઉપાશ્રયે ગઈ. સાધ્વીજીએ તેને ધર્મખાધ આપ્યા. પદ્માવતીનું હૃદય વૈરાગ્યરસથી ભિંજાયું. તેને સંસાર પર તિરસ્કાર છૂછ્યો અને સાધ્વીજીને દીક્ષા આપવાનું કહ્યું.
પદ્માવતી ગર્ભવતી હતી. તે વાત તેણે સાધ્વીજીને કરી નહિ. સાધ્વીજીએ તે તેને દીક્ષા આપી. પદ્માવતી સયમનો નિર્વાહ કરવા લાગી. થાડાક વખત વિત્યા બાદ પદ્માવતીનો ગર્ભકાળ નજીકમાં આવ્યા ત્યારે સાધ્વીજીએ વાત જાણી, એટલે તેમણે કોઈ ગૃહસ્થને ત્યાં ગુપ્ત રીતે પદ્માવતીને રાખી અને તેનો ગર્ભકાળ પૂરા કરાવ્યેા. અહિં પદ્માવતીએ એક પુત્રનો જન્મ આપ્યા. સાધુ જીવનમાં પુત્રને સાથે રખાય નહિ એટલે પદ્માવતીએ તે બાળકને રત્નકાંબળમાં વીંટયું. અને પોતાના પતિના નામવાળી વીંટી તેને પહેરાવી. આળકને લઈને તે સ્મશાન ભૂમિમાં આવી. ત્યાં બાળકને મુક્યું અને