________________
તૃષ્ણા બહુ વધી. હવે હું આપની પાસેથી એક દમડી પણ લેવા ઈચ્છતું નથી, પણ લોભનું મૂળ સંસાર છે તેનો જ હું ત્યાગ કરવા માગું છું. એમ કહી કપીલ ત્યાંથી ચાલ્યો ગયો અને એક મુનિ પાસે જઈ તેણે દીક્ષા લીધી. સપ્ત તપ, જપ, ધ્યાન કરતાં છે મહિનામાં કપીલ મુનિને કેવળજ્ઞાન થયું. અને કપીલ કેવળી કહેવાયા.
એકવાર કપીલ મુનિ વિહાર કરતા હતા. રસ્તામાં બળભદ્ર વગેરે ૫૩૦ ચોરે મળ્યા. તે ચોરોએ કપીલને પકડયા અને સંગીત ગાવાનો હુકમ આપ્યો. કપિલ મુનિએ સમયસૂચકતા વાપરી, એવા તે બોધક અને વૈરાગ્યમય સંગીત તીણા સૂરથી શરૂ કર્યા કે ચોરો ત્યાં જ થંભી ગયા અને તેમના જ્ઞાન ચક્ષુઓ ખુલી ગયાં. આ બધા ચોરોને કપીલ મુનિએ દીક્ષા આપીને તાર્યા, આવા મહાન કાર્ય કરીને સર્વ દુઃખોનો અંત કરી કપિલ મુનિ મેક્ષ નગરીએ પધાર્યા.
૫૫ કમળાવતી.
ઈષકાર નગરના ઈષકાર નામક રાજાને કમળાવતી નામે રાણી હતી. તે પણ નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવીને આ લેકમાં અવતરી હતી અને ઈષકાર રાજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. એક પ્રસંગે રાજાના ભુગુ નામના પુરોહિતનું ધન દરબારમાં આવતું દેખી, તેને રાજ્યકર્તાઓની મોહદશા અને સંસારની અસારતાનો વિચાર આવ્યો. સંસારથી તે ભય પામી. અને તરત જ તે રાજા પાસે આવી કહેવા લાગી. સ્વામિન, પાંજરામાં રહેલું પક્ષી જેમ ખુશી થાય નહિ, તેમ તમારા આ રાજ્યરૂપી પાંજરામાં રહી હું સુખ અનુભવી શકતી નથી; અર્થાત્ સંસારની આ મોહજનક જાળમાંથી મુક્ત થઈને હું ચારિત્ર લેવા ઈચ્છું છું. એમ કહી તેણે સંસારની અસારતાનું આબેહુબ સ્વરુપ રાજાને સમજાવ્યું. આથી રાજાને પણ વૈરાગ્ય થયે.