________________
૫૮
કહે તે હું વિદ્યાભ્યાસ કરવા જાઉં; અહિના શાસ્ત્રી તે આપણું હરીફ રહ્યા; એટલે તે વિદ્યા નહિ આપે. માટે તમે કહો ત્યાં જાઉં. માતાએ તેને કાશ્યપના એક મિત્ર શાસ્ત્રી ઈદત્તને ત્યાં શ્રાવસ્તી નગરીમાં જવાનું કહ્યું. માતાની ગદ્ગદિત કંઠે રજા લઈ કપીલ શ્રાવસ્તી નગરી તરફ રવાને થયે અને ઈદ્રદત્તને મળ્યો. ઈદ્રદત્તે તેને ઓળખીને વિદ્યાભ્યાસ કરાવવો શરૂ કર્યો. ઈદ્રદત્ત તેને એક વિધવા બાઈને ત્યાં જમવાની સગવડ કરી આપી. આ વિધવા યુવાન હતી. કપીલ પણ યુવાન હતો. વખત જતાં બંનેને પ્રેમ બંધાય. કપીલ વિદ્યાભ્યાસ છોડી આ વિધવાના પ્રેમ-ઉપભેગમાં દિવસે વિતાવવા લાગ્યો. વિધવાની સ્થિતિ પણ સારી ન હતી અને અહિં પણ કપીલને માથે નિર્વાહ ચલાવવાનું આવ્યું. કપીલની ચિંતા પૈસા મેળવવા માટે વધતી ગઈ. એકવાર વિધવાએ તેને કહ્યું કે આ ગામના રાજા દાનેશ્વરી છે; અને વહેલી સવારમાં જે કોઈ રાજદરબારમાં જઈને રાજાને આશીર્વાદ આપે, તેને રાજા બે માસા (સળ રતી) સેનું આપે છે. માટે તમે ત્યાં જાવ. આ સાંભળી કપીલ રેજ સવારમાં વહેલે ઉઠીને રાજા પાસે જાય; પરંતુ તેના પહેલાં કેઈએ આવીને રાજાને આશીર્વાદ આપ્યા જ હોય, તેથી નિરાશ થઈ કપીલ પાછા ફરે. આમ આઠ દિવસ વીતી ગયા. એકવાર તેણે વિચાર કર્યો કે આજ તે બરાબર ચિંતા રાખીને ઉઠું, અને રાજાને પહેલો આશીર્વાદ આપું. એમ ધારી તે સમી સાંજમાં સૂઈ ગયે. અર્ધ રાત્રી હતી; ચંદ્ર બરાબર ખીલ્યો હતો, તે વખતે ચિંતામાં ને ચિંતામાં કપીલ ઉઠ; અને આશીર્વાદ આપવા માટે રાજમહેલ તરફ દે. તેવામાં પહેરેગીરેએ તેને દોડતા જોયા; ચોર ધારીને પકડે અને સવાર થતાં રાજા પાસે કેદી તરીકે તેને હાજર કર્યો. કપીલને તે એક કરતા બે, અને બે કરતાં ત્રણ ઉપાધિ થઈ. ધન લેવા જતાં બિચારો પકડાયો. તે અફસોસ કરવા લાગ્યો. જ્યારે રાજા પાસે તેને ઉભો કરવામાં આવ્યો, ત્યારે તેણે સઘળી હકીક્ત રાજાને કહી, રાજ ખુશી