________________
ત્યારપછી કમળાવતી રાજા સાથે ચારિત્ર લઈને સંયમમાર્ગની. આરાધના કરતી, ક્ષપક શ્રેણિમાં પ્રવેશી અને કૈવલ્યજ્ઞાન પામી તેજ ભવમાં મેક્ષ ગઈ
૫૬ કરકંડ.
મગધદેશની ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તે જૈન ધર્મ ચેડા રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યા હતા. એકવાર પદ્માવતીને ગર્ભકાળમાં રાજાનો પોશાક પહેરી માથે છત્ર ધરી ઉદ્યાનમાં ક્રીડા કરવા જવાનો દેહદ થયો; પણ આ વાત તેનાથી, રાજાને કહી શકાય નહિ, તેથી ચિન્તામાં ને ચિન્તામાં તે સુકાવા લાગી. એકવાર રાજાએ રાણીનું ચિંતાતુર વદન અને શરીરની ક્ષીણતા જોઈને ઉદાસીનતાનું કારણ પુછયું. રાણીએ વાત વિદિત. કરી. રાજાએ તેનો દેહદ પૂર્ણ કરવાનું વચન આપ્યું. રાજા રાણી બંને હાથી ઉપર બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક આકાશ ચડી આવ્યું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગાજવીજ, પવન અને વરસાદના તોફાનથી હાથી મસ્તીએ ચડ્યો અને મદોન્મત્ત બનીને નાઠો. પુરગે હાથીને નાસતે જોઈ રાજારાણી ગભરાયાં. રાજાએ પદ્માવતીને કહ્યુંઃ હાથી મસ્તીએ ચડે છે અને તે કયાં જઈ અટકશે તે કહી શકાય નહિ; માટે તમે આ સામે દેખાતા ઝાડ પાસેથી હાથી જાય, કે તરત જ તે ઝાડની ડાળી પકડી લેજે. હું પણ તેમ કરીશ. બંને કબુલ થયાં. હાથી ઝાડ નીચેથી પસાર થયો કે તરતજ રાજાએ તે ઝાડની ડાળી પકડી લીધી; પણ રાણી તે ડાળીને પકડી શકી નહિ. હાથી રાણીને લઈ પરવેગે દોડતો ઘણે દૂર નીકળી ગયો. દધિવાહન રાજાને આથી ઘણો જ શોક થયો. તે થોડીવારે ઝાડ પરથી નીચે ઉતર્યો અને રાણની ફિકર કરતે ઘેર પહોંચ્યો.