________________
પણ
પાથર્યું અને અનશન કરીને સૂતા. ત્યારબાદ તેમણે તે કાળે વિચરતા અરિહંત દેવ, પ્રભુ મહાવીર અને અંબડ પરિવ્રાજકને વંદન નમસ્કાર કરીને, પૂર્વે પ્રાણાતિપાતાદિ જે વ્રતો ગ્રહણ કર્યા હતા, તેની આલોચના લીધી, થોડીવારે તે બધાના પ્રાણ નીકળી ગયા. અને તેઓ પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અંબડ પણ પાંચમા દેવલકમાં ગયે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષમાં જશે.
૫૪ કપીલમુનિ,
કૌશાંબી નગરી હતી, કાશ્યપ નામને એક શાસ્ત્રી રહેતો હતો. તેને શ્રીદેવી નામે સ્ત્રી હતી, તેનાથી તેને એક પુત્ર થયો. નામ પાડ્યું કપીલ. કાશ્યપ રાજ્યનો શાસ્ત્રી અને રાજગોર, તેથી રાજા તરફથી તેને વેતન મળે અને કુટુંબનું ગુજરાન ચલાવે. અનુક્રમે કપીલ યુવાન થયે. જ્યાં સુધી કાશ્યપ ગુજરાન ચલાવતો, ત્યાં સુધી કપીલે વિદ્યા ભણવા તરફ લક્ષ ન આપ્યું; પરિણામે તે અભણ રહ્યો. કાળાન્તરે કપીલને પિતા કાશ્યપ ગુજરી ગયા. અને કુટુંબ નિર્વાહની ઉપાધિ કપીલને માથે આવી. પરંતુ તે અભણ હોવાથી રાજાએ બીજે એક વિદ્વાન શાસ્ત્રી શોધી કાઢ્યો. કપીલના કુટુંબની સ્થિતિ દુ:ખદાયક થઈ પડી. એકવાર કપીલની માતા શ્રીદેવી બારણે ઉભી છે, તે વખતે રાજાએ રાખેલ નો શાસ્ત્રી નોકર ચાકરો સાથે સુંદર વસ્ત્રાભૂષણો પહેરી તે રસ્તેથી ચાલ્યો જાય છે. શ્રીદેવી તેને દેખી નિરાશ થઈ અને એક ઉંડે નિઃશ્વાસ નાખી ચિંતા કરવા લાગી. કપીલે માતાને ચિંતાનું કારણ પૂછયું. માતાએ વાત કરી કે જ્યાં સુધી હારા પિતા હતા, ત્યાં સુધી ઉપાધિ ન હતી; પણ તું તે રહ્યો અભણ; હારા બદલે રાજાએ બીજા શાસ્ત્રીને રાખ્યા, તેમને દેખીને હું ચિંતા કરું છું. માટે તું જે વિદ્યાભ્યાસ કરે તે આપણું દારિદ્ર જાય; અને આપણે સુખ ભોગવીયે. કપીલે કહ્યું, માતા, ત્યારે તમે