________________
વ્રાજક એક વાર પ્રભુ મહાવીરની દેશનામાં ગયે. દેશના સાંભળ્યા પછી તેણે ભગવાનને કહ્યું –મહાત્મન, હું સર્વ સ્થળે ફરું છું. અને હવે અહિંથી સજગૃહ નગરમાં જવા ઈચ્છું છું, માટે આપને જે કાંઈ કાર્ય હોય તો આદેશ કરો. જવાબમાં પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગ રથિકની સ્ત્રી સુલસા નામની શ્રાવિકા છે. તેને મહારા ધર્મ લાભ કહેજે. “બહુ સારૂં” એમ કહીને તે અંબા પ્રભુને વંદન કરીને ચાલી નીકળ્યો અને રાજગૃહમાં આવ્યો. ત્યાં આવી તેણે વિચાર્યું કે જેણીના સગુણથી રંજિત થઈને ભગવાન પણ ધર્મ લાભ કહેવડાવે છે તે સ્ત્રી કેવી હશે ? માટે મારે તેણીની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારી તે અંબડે પ્રથમ સત્પાત્ર યતિનું રૂપ લઈને સુલસા પાસે સચિત્ત વસ્તુ આદિની યાચના કરી, પણ તેમાં તે ચલિત ન થઈ. પછી અંબડે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને તુલસાના દ્વારે આવી કહ્યું કે હું બ્રહ્મા છું. ' ઘરના બીજા માણસો તેને વંદન કરવા લાગ્યા, પણ તુલસાએ તેને નમસ્કાર ન કર્યો. વળી બીજે દિવસે તેણે વિષ્ણુનું અને ત્રીજે દિવસે શિવનું રૂપ ધારણ કરી દર્શનાર્થે આવવા સુલતાને કહેવડાવ્યું, પરતુ જિનેશ્વરમાં શ્રદ્ધા ધરાવતી સુલસા મિથ્યા વંદનાર્થે ન ગઈ. ત્યારે ચોથે દિવસે તે અંબડે સાક્ષાત જિનેશ્વર ભગવાનનું રૂપ ધરીને રત્નસિંહાસન બનાવ્યું અને પોતે પચીસમો તીર્થકર છે એમ કેને કહીને સંબડે દશનાર્થે આવવા કહેવડાવ્યું, છતાં પણ સુલસા તેના દર્શને ન ગઈ. આથી અંબડને ખાત્રી થઈ કે ખરેખર પ્રભુ મહાવીરે સભામાં સુલતાન જે પ્રશંસા કરી હતી, તે બરાબર છે. આથી અંબડ શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. પોતાનો ધર્મ બન્યું આવેલ જાણુને તુલસાએ તેનો સત્કાર કર્યો. આ પછી અબડે કહ્યું–બહેન, ભગવાન મહાવીરે તમને ધર્મલાભ કહ્યો છે. આ સાંભળતાં જ સુલસા અત્યંત આનંદ પામી, અને કહ્યું –પ્રભુ સુખશાતામાં છે ? અંબડે કહ્યું: હા, તેમનો ધર્મોપદેશ સાંભળીને