________________
પર
તેજ વખતે અને મિત્રા ધાડેસ્વાર થઈ છાવણીમાંથી બહાર નીકળ્યા, અને પૂરવેગે અંજનાના મહેલે આવી પહોંચ્યા. અંજનાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઉભય દપતી મળ્યા. અંજનાએ પવનજયને પુનરાગમનનું કારણ પૂછ્યું. પવનજયે બધી વિતક કહી સંભળાવી. અંજનાનો ભાગભાનુ પ્રકાસ્યા, કેટલાક વખત ખનેએ પ્રેમાનુભવમાં ગાળી વહેલી સવાર થતાં પવનજય છાવણીમાં જઈ પહોંચ્યા. તે વખતે પ્રેમની નિશાની રૂપ તેણે અંજનાને પેાતાની વીંટી આપી.
૭–૭ મહિના યુદ્ધમાં વીતી ગયા છે, પવનજય હજી પાછા ર્યાં નથી. જ્યારે ખીજી તરફ અંજનાને પતિ સમાગમના દિવસથી જ ગર્ભ રહ્યો છે. એકવાર તેની સાસુ કેતુમતી અંજનાની સ્થિતિ નિહાળવા તેણીના મહેલમાં આવી ચડી, તે વખતે અંજનાનું પ્ર′હિત થયેલું વદન કમળ અને ઉદર ભાગ જોઈ સાસુના ક્રોધનો પાર ન રહ્યો. તેણે અંજનાને વ્યભિચારિણી હોવાનો ઉપાલંભ આપી ઘણા કટુ શબ્દો કહ્યા. અંજનાએ વિનમ્ર ભાવે પતિ આગમનની વાત કરીને વીંટી બતાવી, પરન્તુ કેતુમતીએ આ વાત ન માનતાં અંજણા પર કુલટાપણાનો આાપ મૂક્યા. તેણે આ વાત પ્રલ્હાદ રાજાને કહી, અજનાને પરદેશ મેાકલી દેવાનો આદેશ કર્યાં. આંખમાં અશ્રુ સાથે અંજનાએ પવનજય આવતા સુધી પેાતાને રાજ્યમાં રાખવાની વિનતિ કરી, પણ તે બ્ય ગઈ.
કેતુમતીના હુકમનો અમલ થયેા. અંજનાને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રથમાં બેસાડી તેના પિયરના રસ્તે માકલી દેવામાં આવી. જંગલની મધ્યમાં આવતા સારથીએ રથ ઉભા રાખ્યા અને રાજાના હુકમ અનુસાર અંજનાને જંગલમાં ઉતરી જવાનું કહ્યું; અને સાથે સાથે તેના પિયર મહેન્દ્રગઢનો રસ્તા બતાવ્યેા. ભાગ્યને દોષ દેતી હિંમત ધરતી અંજના એકલી, અટુલી વનની મધ્યમાં ઉતરી પડી. સારથી રથ લઈ પાછા .