________________
૪૭ નહષભદેવ અયોધ્યા નગરીમાં નાભિરાજાની ભરૂદેવી નામક રાણીની કુક્ષીથી ભગવાન ઋષભદેવને ચૈત્ર વદિ આઠમે જન્મ થયો. નાભિ રાજા છ મા કુલકર હતા. તે વખતે યુગલીયા યુગ પ્રવર્તતે હતો, અને સ્ત્રીઓ એક જોડકાં (પુત્ર-પુત્રી) ને પ્રસવ કરતી; જેઓ આગળ જતાં પરસ્પર લગ્ન કરતાં. ઋષભદેવની સાથે સુમંગળા નામક પુત્રીને જન્મ થયો હતો. એ જ અરસામાં એક બીજું યુગલ જગ્યું હતું, તેમાંથી નરનું મૃત્યુ થતાં “સુનંદા” નામની બાલિકા બચેલી. ભ. ઋષભદેવે યુવાવસ્થામાં પ્રવેશતા, સુમંગળા અને સુનંદા સાથે લગ્ન કર્યું. સુમંગળાથી તેમને “ભરત અને બ્રાહ્મી” જોડલે અવતર્યા અને સુનંદાથી “બાહુબળ અને સુંદરી” અવતર્યા. આ ઉપરાંત સુમંગળાને બીજા ૪૯ જેડલાં એટલે ૯૮ પુત્ર થયા. તે વખતે કલ્પવૃક્ષનો પ્રવાહ ઓછો થવા લાગ્યો અને યુગલીઆએ મહેમાહે લડવા લાગ્યા. આથી સઘળાઓએ મળીને નાભિ રાજાની આજ્ઞાથી ઋષભદેવને પિતાના રાજા તરીકે સ્થાપ્યા. દેવોએ સિંહાસન રચી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. કુબેરે બાર એજન લાંબી અને નવા
જન પહોળી એવી વિનીતા નગરી બનાવી અને તેનું અધ્યા એવું નામ આપ્યું. ઋષભદેવ રાજાપણે ત્યાં રહેવા લાગ્યા. રાજ્યની રક્ષા અર્થે મંત્રીઓ, રક્ષક વગેરે નીમ્યા અને નીતિ નિયમો ઘડયા. આ વખતે કલ્પવૃક્ષને નાશ થવાથી લેકે કંદમૂળ, ફૂલફળાદિ અને કાચું ધાન્ય ખાતા. કાચા ધાન્યથી લોકોને અજીર્ણ થતાં પ્રભુએ તે રાંધીને ખાવાને વિધિ બતાવ્યો, આથી લોકો પ્રસન્ન થયા. એ રીતે પ્રભુએ અસિ, મસી અને કૃષિ એ ત્રિવિદ્યાને પ્રચાર કર્યો. સ્ત્રીઓને ૬૪ અને પુરૂષોને ૭૨ કળાઓ શીખવી. બ્રાહ્મીને જમણે હાથ વડે અઢાર લીપીઓ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. એ રીતે જગત પર ઉપકાર કરી શ્રી ઋષભદેવે ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું.