________________
૪૮ હર્ષિદાસ
રાજગૃહિ નગરીની ભદ્રા નામક એક સાર્થવાહિનીના તે પુત્ર હતા; ૩૨ સ્ત્રીઓ પરણ્યા હતા. એકવાર તેઓ ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા, ત્યાં તેમને વૈરાગ્ય થયે, અને માતા પિતા સ્ત્રી આદિકની રજા લઈ દીક્ષિત થયા. તેમને દીક્ષા ઉત્સવ શ્રેણિક મહારાજાએ કર્યો. ઘણું વર્ષ સુધી તેમણે ચારિત્ર પાંખ્યું, દુષ્કર તપ કર્યો, અને અંતિમ સમયે એક માસનું અનશન કરી તેઓ મૃત્યુ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે.
૪૯ અંજી
ઈદપુર નામનું નગર, ઈદત્ત રાજા, ત્યાં પુઢવીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તેણે ચૂર્ણાદિના પ્રયોગથી રાજા, પ્રધાન, શેઠ સેનાપતિ, પુરોહિત આદિ ઘણાને વશ કર્યા હતા. અને તે મનુષ્ય સંબંધીના ભોગ ભગવતી હતી. પાંત્રીસ વર્ષ સુધી આ જાર કર્મ સેવીને તે ભરણ પામી. અને મરીને તે છઠી નરકમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળી વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામના શાહુકારને ત્યાં પુત્રીપણે અવતરી. નામ અંજુ. રૂપમાં તે અધિકાધિક સુંદર હતી. એકવાર રાજાએ હેને જઈ, માણસો દ્વારા માગુ કર્યું. શેઠ કબુલ થયો, વિવાહ થયા અને સુખ ભેગવવા લાગ્યા. એકવાર અંજુને ગુહ્યસ્થાનમાં શળ રોગ પેદા થયે. ઘણી ઘણી દવાઓ કરી, પરંતુ આરામ થયો નહિ. અંજુ મહા વેદના પામતી, આક્રંદ કરતી, વિલાપ કરતી, દુઃખથી ક્ષીણ થતી જતી હતી. પૂર્વ કર્મના ઉદયથી મહાકષ્ટ પામી નેવું વર્ષનું આયુષ્ય ભોગવી તે મરણ પામી અને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનંત સંસારના ફેરા કરતી મનુષ્ય જન્મ પામીને મહાવિદેહમાં તે સિદ્ધ થશે.